નવસારી : ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરાઈ

આજરોજ વર્લ્ડ ફાયરસેફ્ટી દિવસ ને લઇ નવસારી જિલ્લા ફાયર વિભાગ દ્વારા જિલ્લાની તમામ જે હોસ્પિટલો છે ખાસ કરીને કોવિડ હોસ્પિટલ ની ચકાસણી માટે આજરોજ નવસારી જિલ્લા નગરપાલિકાની ફાયરની ટીમ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ફરી ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી અન્ય જિલ્લાઓમાં બનતી ફાયર ની ઘટના નવસારી જિલ્લામાં નહીં બને તે માટે ફાયર વિભાગ સક્રિય બન્યું છે ફાયર વિભાગની ટીમ નવસારી જિલ્લાના તમામ હોસ્પિટલોમાં ફરીને જિલ્લાની હોસ્પિટલોમાં કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો તેને ફાયર સેફટી દ્વારા કઈ રીતે પહોંચી વળાય તે માટે તમામ સામગ્રીઓ છે તેની ચકાસણી કરવામાં આવી હતી જો કે ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું નવસારીની હોસ્પિટલોમાંથી નવ જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા સંપૂર્ણ સજજ છે જ્યારે બાકીની ૧૧ જેટલી હોસ્પિટલોમાં ફાયર સુવિધા ઉપલબ્ધ ન હોવાનું પાલિકા દ્વારા જણાવાયું છે જોકે ફાયર સેફટીનાં સાધનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાલના સમયમાં ચાલુ છે ટૂંક સમયમાં ફાયર સેફટી માટેની તમામ સામગ્રીઓ બાકીની હોસ્પિટલો છે તેમાં સજ્જ થઇ જશે આ રીતે વર્લ્ડ ફાયરસેફ્ટી દિવસ નિમિત્તે નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા નવસારી જિલ્લાની હોસ્પિટલમાં ચકાસણી કરતા તારણો બહાર આવ્યા હતા હજી પણ કેટલીક હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી જે વાત ચાના દર્દીઓ અને હોસ્પિટલ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે જેને લઇને તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા આવી હોસ્પિટલોને ફાયર સેફટી ના સાધનો હોસ્પિટલોમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે