પીએમ મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ - ગુજરાતની જેલોમાં એન્ટ્રી

પીએમ મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ - ગુજરાતની જેલોમાં એન્ટ્રી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફીટ ઇન્ડિયા મુવમેન્ટની પહેલ કરાઈ છે જેન લઇ હવે ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત જેલમાં પણ કેદીઓ માટે કાર્યક્રમોનું આયોજન કરવા પરવાનગી અપાઇ છે. જે અંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીએ તારીખ અને આયોજન નક્કી કરવા રાજ્યોની જેલ તેમજ સુધારાત્મક વહીવટી કચેરીઓને જાણ કરી છે.
અધિક પોલીસ મહાનિર્દેશકના હુકમથી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના વહીવટી અધિકારી બી.ડી. રાજપૂતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ફીટ ઇન્ડીયા મુવમેન્ટના નોડલ ઓફીસર અર્જુનસિંહ રાણાને પત્ર લખ્યો છે જેમાં જણાવાયું છે કે ગુજરાતની તમામ જેલોમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કેદીઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે અને તેમનામાં આત્મ વિશ્વાસ કેળવવા કાર્યક્રમ કરવા પરવાનગી અપાઈ છે જેમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની શરત અને જેલના નીતિ નિયમો મુજબ જેલની શિસ્ત અને સલામતિને બાધ ન આવે તે રીતે અધિક્ષકના પરામર્શમાં રહી સમય અને તારીખ નક્કી કરી કાર્યક્રમ યોજવા જણાવાયું છે અને આ અંગે રાજયની તમામ જેલના અધિક્ષકોને પણ જાણ કરવામાં આવી છે.