પંચમહાલ : મેડ થી લઈને સાતપુલ સુધીનો મુખ્ય રોડ બનાવવાની કામગીરી શરુ

ગોધરા શહેર ના સામાજીક અગ્રણી એડ વોકેટ રમજાની જુજારા ના અથાગ પ્રયત્નો થી ગોધરા પશ્ચિમ ના મેડ કલાભાઈ પેટ્રોલ પંમ્પ થી લઈને સાતપુલ જકાત નાકા સુધીના રોડ બનાવાનું કામ નગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું
ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ મેડ થી લઈને સાતપુલ સુધી નો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર્ક હોવાના કારણે અનેક વાર નાના મોટા અકસ્માતો સર્જાતા હતા જેના કારણે વાહચાલકો તેમજ સ્થાનિકો પરેશાની તેમજ મુશ્કેલીયોનો સામનો કરી રહ્યા હતા જેને લઇ સ્થાનિકો એ અનેક વાર લેખીત તેમજ મોખીક રજુઆત નગર પાલિકા તંત્ર કરવા છતાં નગર પાલિકા તંત્ર સ્થાનિકો ની રજુઆતો ને કોઈ ધ્યાને નલેતા આખરે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કારોબારી સભ્ય લઘુમતી મોરચા તેમજ સમાજિક અગ્રણી એડવોકેટ રામજાની જુજારા અધિવક્તા ગોધરા ને રજુઆત કરતા રમજાની જુજારા એ જીલ્લા કલેકટ્રર સબડીવીઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત અધિકારી તેમજ મ્યુનિસિપલ કમિશ્નર ને લેખીત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી હતી જેને લઈ લાંબા સમય બાદ રોડ બનાવાનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો મા ખુશી જોવા મળી હતી અને સમાજિક કાર્યકર રમાજાની જુજારા, ના અથાગ પ્રયાસો થી રોડ બનાવાનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ આભાર માન્યો હતો અને વિસ્તાર ના લોકો મા આ માર્ગ બનવા થી ખુશી ની લાગણી અનુભવી હતી