પંચમહાલ : મોરવા હડફ પોલીસ દ્વારા મોરા ગામે ફુટપેટ્રોલીંગ કરાઈ

આગામી દિવસો માં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણી યોજાવા ની હોય જેને લઇ ને મોરવા હડફ પોલીસે ગ્રામ વિસ્તાર ના મોરા ગામે ફુટપેટ્રોલીંગ કરી વિસ્તાર ની માહિતી મેળવી
આગામી દિવસો માં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચુંટણી યોજાવા ની હોય જેને લઇ ને પોલીસ તંત્ર પણ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરી વિસ્તારો મા પોલીસ ધ્વારા ફુટપેટ્રોલીંગ કરી વિસ્તારો થી માહિતગાર થયા છે એજ પ્રકારે પંચમહાલ જિલ્લા ના મોરવા હડફ તાલુકા પંચાયત ની 24 બેઠકો અને જિલ્લા પંચાયત ની 5 બેઠકો ની પણ આગામી દિવસો માં ચૂંટણી યોજાવા ની હોય જેને લઇ ને મોરવા હડફ પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ,જી,ભરવાડે,મોરવા હડફ તાલુકા ના મોરા ગામ ના માર્ગો પર પોલીસ કાફલા સાથે ફુટપેટ્રોલીંગ કરી વિસ્તાર થી માહિતગાર થયા હતા જેથી આવનાર ચુંટણી મા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તાલુકા ના મોરા ગામે ફુટપેટ્રોલીંગ કરી માહિતગાર થયા હતા