પંચમહાલ : મોરવા હડફ વિધાનસભાની પેટા ચુંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

મોરવા હડફ વિધાનસભા ની પેટા ચુંટણી માટે ના ઉમેદવાર નક્કી કરવા માટે આજ રોજ જિલ્લા પાર્ટી કાર્યાલય "શ્રી કમલમ"ખાતે દાવેદારો ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
ભાજપ પ્રદેશ કાર્યાલય દ્વારા નિયત કરેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ
હર્ષદ વસાવા, સતીશ પટેલ અને ડૉ.જ્યોતિ પંડ્યા દ્વારા લેવાઈ સેન્સ
મોરવા હડફ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી માટે ના દાવેદારો અને તેઓ ના ટેકેદારોથી શ્રી કમલમ ઉભરાયું
કોરોના ગાઈડલાઈન ભુલાઈ માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ નો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો
આગામી 17 મી એપ્રિલ ના રોજ મોરવા હડફ વિધાનસભા ની પેટા ચુંટણી નું મતદાન થનાર છે