પ્રાંતિજ : ખેડૂત દ્વારા જાંબલી કોબીજ નું વાવેતર કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાકભાજીની ખેતી કરતાં ખેડૂતો હવે કલર રિંગ ખેતી તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે રંગીન ફલાવર અને ચાઇનીઝ કોબીજ અને હવે જાંબલી કોબીજની ખેતી કરી નવી વેરાયટીની સાથે વિટામીન થી ભરપુર જાંબલી કોબીજની ખેતી કરી અખતરો કરવામાં આવ્યો છે .
પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજી ની ખેતીમાં પ્રાંતિજ સહિત તાલુકો અવલ નંબર છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં તૈયાર થયેલ શાકભાજી જીલ્લા સહિત અન્ય જિલ્લાઓ સહિત અન્ય રાજ્યોમાં વખણાય છે ત્યારે પ્રાંતિજ ના ખેડૂતો દ્વારા હાલ ફલાવર તથા કોબીજ ની રેગ્યુલર ખેતી સાથે કલર ફલાવર અને ચાઇનીઝ કોબીજ સાથે કલર કોબીજ ની ખેતી પણ કરવામાં આવી છે જેમા પીલુદા રોડ ઉપર મુખ્યત્વે ફલાવર-કોબીજ ની ખેતી કરતા વસંતભાઇ પટેલ દ્વારા પોતાના ખેતરોમાં આ વર્ષ અડધો વિધા જમીન માં જાંબલી કોબીજ નું વાવેતર કરવામાં આવ્યું છે અને તેનો બજાર ભાવ પણ મળી રહે છે બજાર માં તેનો હોલસેલ ભાવ ૨૦ કિલો ના ૪૦૦ થી ૪૫૦ ભાવ મળે રહે છે તો બજાર માં એક દંડો ૧૫ થી ૩૦ રૂપિયા સુધીમાં પણ વેચાય છે અને લગ્ન પ્રસંગો અને હોટલો માં આ જાંબલી કોબીજ ની માગ છે ત્યારે આ ખેડૂત દ્વારા હાલતો અડધો વિધો વાવેતર કર્યા પછી ભાવ મળતા તેવોએ અન્ય ખેડૂતો ને પણ જાંબલી કોબીજ વાવવા માટે જણાવ્યુ હતું તો જાંબલી કોબીજ ની માગ હાલતો અમદાવાદ-ગાંધીનગર માં છે પણ જેમ જેમ બજારમાં જોવા મલશે તેમતેમ અન્ય જિલ્લાઓ માં જશે તેમ તેની માંગ પણ વધશે.