પ્રાંતિજ : ભાગપુર-વાધપુર ખાતે સાંસદ તથા પૂર્વ મંત્રીએ મતદાન કર્યુ

બીજા તબક્કાના મતદાન ને લઈને આજે પ્રાંતિજ તાલુકામા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચુંટણી ને લઈ ને મતદાન યોજાયુ હતુ જેમા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ દ્વારા ભાગપુર ખાતે મતદાન કર્યુ હતુ તો પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણે પણ વાધપુર ખાતે તેમના પત્ની સાથે મતદાન કર્યુ હતુ
ગુજરાત સહિત રાજયમા ૩૧ જિલ્લા પંચાયત તથા ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાઓ માટે આજે બીજા તબક્કા માટે મતદાન યોજાઇ રહ્યુ છે ત્યારે પ્રાંતિજ તાલુકામા પણ જિલ્લા પંચાયત ની ચાર બેઠકો તથા તાલુકા પંચાયત ની ૨૦ બેઠકો માટે નુ મતદાન આજે યોજાયું હતુ જેમા પ્રાંતિજ ના વાધપુર , ભાગપુર , મજરા , અનવરપુરા , ઓરાણ , સહિત ના પ્રાંતિજ તાલુકા ના ગામોમા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તો સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ દ્વારા પોતા ના ગામ ભાગપુર ખાતે મતદાન કર્યુ હતુ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીત વાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ એ પણ તેમના પત્ની સાથે વાધપુર ખાતે મતદાન કર્યુ હતુ તો પ્રાંતિજ તાલુકા મા આજે શાન્તિ પૂર્ણ રીતે માહોલ મા મતદાન યોજાયુ હતુ અને ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોએ જીત ના દાવા કરી રહ્યા છે ત્યારે હાલતો ભાજપ-કોગ્રેસ ના ઉમેદવારો ના ભાવી ઈવીએમ મશીન મા કેદ થયા છે અને ૨જી માર્ચ મંગળવાર ના રોજ ખબર પડશે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોગ્રેસ પોતાની પાસે જાળવી રાખશે કે પછી ભાજપ નો કેસરીયો લહેરાશે એ તો ટુકજ સમય મા જાહેર થશે ત્યારે હાલતો બન્ને પક્ષો જીત ના દાવા કરી રહ્યા છે .