પ્રાંતિજ : શ્રીરામ જન્મભૂમિ નિર્માણ નિધિ અંતર્ગત ભવ્ય બાઇક રેલી યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રીરામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ભવ્ય બાઇક રેલી જયશ્રીરામ ના જયઘોષ સાથે યોજાઈ હતી જેમા રેલીનુ પ્રસ્થાન પ્રાંતિજ નાનીભાગોળ પંખીધર થી નિકળી બજારચોક થઈ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ મહકાલી મંદિર ખાતે સમાપણ થયુ હતુ .
અયોધ્યામાં જયારે ભવ્ય રામ મંદિર નિર્માણ થનાર છે ત્યારે દેશના દરેક ધર્મપ્રેમી નાગરિક યથાશક્તિ પ્રમાણે પોતાનુ યોગદાન આપી શકે એ માટે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા અનેક તૈયારી શરૂ કરી નાખી છે ત્યારે પ્રાંતિજ ખાતે શ્રીરામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન માટે થોડા દિવસ પહેલા કાર્યાલય નો પ્રારંભ કરવામા આવ્યો હતો અને અધ્યોધ્યામા ભગવાન શ્રી રામનુ ભવ્યાતિભવ્ય મંદિર બની રહ્યુ છે ત્યારે દેશભરમા લોકો ના શ્રદ્ધા અને આસ્થાનુ કેન્દ્ર છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકા ની જનતાએ આ ભગીરથ કાર્ય અને યજ્ઞ મા યથા શક્તિ આહુતિ આપવા સર્વે પ્રાંતિજ તાલુકાના તેમજ પ્રાંતિજ શહેર ની ધર્મપ્રેમી જનતા ને આહવાન કરવામા આવ્યુ છે જેને લઈ આજે શ્રીરામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત આજ રોજ મોટી સંખ્યામા બાઇક રેલી યોજાઈ હતી જેમા પ્રાંતિજ નાનીભાગોળ પંખીધર થી નિકળી પ્રાંતિજ બજાર સહિત ના વિસ્તારો મા થઈ ને ભાખરીયા બસ સ્ટેન્ડ ઉપર આવેલ શ્રી મહકાલી મંદિર સુધી રેલી યોજાઈ હતી જેમા પ્રાંતિજ સહિત તાલુકા માથી ધર્મ પ્રેમી જનતા બાઇક રેલીમા મોટી સંખ્યામા જોડાયા હતા તો વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દ્રારા યોજાયેલ આ બાઇક રેલીમા આવેલ સુનીલદાસજી , ગુજરાત કરણી સેના પ્રમુખ રાજશેખાવત , તાલુકાસદસ્ય પ્રદીપસિંહરાઠોડ , નટુભાઈ બારોટ , પ્રસારાજા , સહિત હિન્દુ સમાજ ના અગ્રણીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદ ના સમગ્ર કાર્યકરો તથા શ્રીરામ જન્મ ભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન કમીટી ના સભ્યો સહિત મોટી સંખ્યામા ધર્મ પ્રેમી લોકો રેલીમાં જોડાયા હતા અને સમગ્ર પ્રાંતિજ શહેર ના જાહેર માર્ગો શ્રીરામ ભગવાન ના જયકાર થી ગુંજી ઉઠયુ હતુ