પ્રધાનમંત્રી મોદીનું વેક્સીન ભ્રમણ - અમદાવાદ બાદ પુણા અને હૈદરાબાદ

પ્રધાનમંત્રી મોદીનું વેક્સીન ભ્રમણ - અમદાવાદ બાદ પુણા અને હૈદરાબાદ

આજે પ્રધાનમંત્રી મોદી કોરોના વેક્સિનને લઇ રસી પરિભ્રમણ કરી રહ્યા છે જેમાં તેઓ 3 વેક્સીન સેન્ટરોની મુલાકાત દરમિયાન પુણા - હૈદરાબાદ અને અમદાવાદની મુલાકાત લેવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોના વાયરસ રસીના વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની વ્યક્તિગત સમીક્ષા માટે ભારતના ટોચના રસી કેન્દ્રોની મુલાકાત લેશે. જેને લઇ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને જ્યાંથી તેઓ કેડિલા બાયોટેક પાર્ક હેલીકૉપટર મારફતે પહોંચ્યા છે. એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની કવોકોસીન રસીની ટ્રાયલ શરૂ છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે જ્યાં પીએમ મોદી કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કરશે અને ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક કરશે ત્યાર બાદ તેઓ વૅક્સિન તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી પુણે રવાના થશે જ્યાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.
વડાપ્રધાન મોદી ઝાયડસની કોરોના વેક્સિન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો સાથે મળીને ફેઝ - 2ના પરિણામોની ચર્ચા કરશે. ઝાયડસની રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ઓગસ્ટમાં શરુ થયું હતું અને જે નવેમ્બરની શરૂઆત સુધી ચાલ્યું હતું મળતી માહિતી મુજબ વડાપ્રધાન અને પંકજ પટેલ વચ્ચે ફેઝ - 3ની શરૂઆત અંગે પણ ચર્ચા થશે. કંપનીએ અગાઉ ડિસેમ્બરથી ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરુ કરવાનું વાત કરી હતી. ઝાયડસ કોરોનાની વેક્સિન વિકસાવવાની સાથે સાથે તેનું ઉત્પાદન પણ શરુ કરવા ઉપર કામ કરી રહી છે. કંપની તેના એક પ્લાન્ટમાં જ 10 કરોડ ડોઝ બની શકે તેવો પ્લાન્ટ પણ બનાવી રહી છે. અમદાવાદની ઝાયડસ બાયોટેકમાં કોરોના વેકસીનનું પ્રોડક્શન થશે જે માટે ઝાયડસ બયોટેકની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદની ઝાયડસ બયોટેકમાં ઝાયકોવ- ડી વેકસીન પર કામ ચાલી રહ્યું છે. હાલ આ વેક્સીનની તૈયારીઓ પર નજર કરવા વડાપ્રધાન ગુજરાત આવ્યા છે ત્યારે તેમની મુલાકાતને લઇ અમદાવાદ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ચાંગોદર હેલિપેડથી ઝાયડસ બાયોટેક પાર્ક સુધી તમામ રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. બંદોબસ્તમાં 500થી વધુ પોલીસ કર્મીઓમાં 4 SP, 10 DYsp, 12 PI, 40 PSI સહિત BDDS અને LCB, SOG ની ટીમ ખડેપગે તૈનાત રહેશે.


સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોદી સરકારે રસીકરણ માટેની યોજના પર સંપૂર્ણ કામ કરી લીધું છે અને અંદાજ મુજબ એક વ્યક્તિને કોરોના રસી આપવા માટેનો ખર્ચ 500 રૂપિયાનો આવશે અને સરકારે રસીકરણને લઇ 500 અબજ રૂપિયાનું બજેટ નક્કી કરી રાખ્યું છે જેની બજેટમાં તેની જાહેરાત પણ થઇ શકે છે.