પાલનપુર : દિયરે ભાભીને ધારિયું મારતા ભાભીનું કમકમાટી ભર્યું મોત

પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં ગઈ કાલે દિયર અને ભાભી વચ્ચે ઝગડાને લઈ દિયરે ભાભીને માથામાં ધારીયું મારતા ભાભીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેને કારણે સમગ્ર પંથક માં ચકચાર મચી ગયો હતો.
પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં આવેલી મન્નત સોસાયટી ના પાછળ વસવાટ કરતા બચુજી ધરમાજી ઠાકોરનો ભાઇ દશરથભાઇ ઠાકોર સાથે રહેતા હતા. ત્યારે ભાભી ઘરે હતા અને તે દરમિયાન ગઈ કાલે દિકરી પાડોશીના ગરે રમવા ગઈ હતી. ત્યારે બપોરે દશરથભાઇ ઘરે આવ્યા ત્યારે ભત્રીજી ઘરે ન હતી. તો ભાભીને પૂછ્યું કે દિકરી ક્યાં ગઇ તો ભાભીએ કહ્યું રમવા ગઈ છે. ત્યારે દિયરે કહ્યું હવે દિકરી મોટી થઇ ગઇ છે તો પણ હજુ બહાર રમવા મોકલો છો તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી નો ઝગડો થયો હતો અને દિયરે બાજુમાં પડેલ ધારિયું ભાભીના માથામાં મારતા ભાભીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ત્યારબાદ દિયર પોલીસ મથકે હાજર થઇ ગયો હતો અને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અને લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી તો બીજી તરફ મરણ જનાર મંગુબેન ના પતિ બચુજી ધર્માજી ઠાકોર પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને લઇને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી