પાલનપુર : મહિલાને કોબ્રા સાપ કરડવાથી મહિલાનો જીવ જોખમમાં મૂકાયો

રાજસ્થાનની મહિલા ને કોબ્રા સાપ કરડવાથી મહિલા નો જીવ જોખમમાં મૂકાયો જતી ત્યારે બ્લડ ની જરૂર પડતાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 10 થી 12 બોટલ લોહી આપી મહિલાનો જીવ બચાવ્યો.
રાજસ્થાનની મહિલાને કોબ્રા નામનો ઝેરી સાપ કરડતા મહિલાનું લોહી પાતળું થઈ ગયું હતું અને લોહીની ઊલટીઓ પણ થવા લાગી હતી ત્યારે મહિલાને પાલનપુરની ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી.ત્યારે ક્ષત્રિય ઠાકોર સેના ના યુવાનો ને આ વાત ની જાણ થતાં તાત્કાલિક ના ધોરણે 10 બોટલ નું રક્તદાન કરી મહિલાનો જીવ બચાવ્યો હતો.
ખેતર માં કામ કરતા ગીતાબેન ને સાપે ડંખ મારતાં તેમને તાત્કાલિક પાલનપુર ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા અને વધારે પ્રમાણ માં બ્લડ ની જરૂર હોવાથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર બ્લડ કમિટી ના પ્રમુખ શંભુજી ઠાકોર દ્વારા જાણવા મળ્યું હતું કે તાલુકા પ્રમુખ પ્રવિણ જી ઠાકોર તેમજ ઠાકોર સેના ના યુવાનોએ 10 બોટલ જેટલું રક્તદાન કર્યું હતું .આમ પરિવાર જનો તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર ટીમ દ્વારા 22 જેટલી રક્ત ની બોટલ આપી હતી અને મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો.