ફેક મેસેજ મોકલનારી ટેલિકોમ કંપનીઓને ટ્રાઇએ દંડ ફટકાર્યો

ફેક મેસેજ મોકલનારી ટેલિકોમ કંપનીઓને ટ્રાઇએ દંડ ફટકાર્યો

ટ્રાઈએ ગ્રાહકોને ફેક મેસેજ મોકલવાના મામલામાં ભારતની 8 ટેલિકોમ કંપનીઓને સંયુક્ત રીતે 35 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કંપનીઓમાં બીએસએનએલ, એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન - આઈડિયા, એમટીએનએલ, વીડિયોકોન, ટાટા ટેલિ સર્વિસીઝ અને ક્વોર્ડન્ટ ટેલિ સર્વિસનો સમાવેશ છે આ તમામ કંપનીઓ ઉપર આરોપ છે કે કંપનીઓએ સાઈબર ક્રિમીનલ્સને ડિઝિટલ પેમેન્ટ યુઝર્સને ફેક મેસેજ મોકલવાની પરવાનગી આપી હતી.
ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓ ઉપર આરોપ લગાવ્યો છે કે તમામ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રીફરેન્સ રેગ્યુલેશનનું ઉલ્લંઘન કર્યું છે. ટ્રાઈએ સૌથી વધુ દંડ બીએસએનએલ ઉપર લગાવ્યો છે જેની રકમ 30.1 કરોડ રૂપિયા છે. બીએસએનએલ ટ્રાઈની શો કોઝ નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ રહી તેમેજ તેણે ન તો પરફોર્મન્સ મોનિટરિંગ રિપોર્ટ બતાવ્યો. બીએસએનએલ બાદ સૌથી વધુ દંડ વોડાફોન - આઈડિયાને 1.82 કરોડ, ક્વોર્ડરન્ટ ટેલિસર્વિસને 1.41 કરોડ, એરટેલને 1.33 કરોડનો દંડ ફટકારાયો છે. બાકી કંપનીઓને પણ દંડ કરાયો છે. જો કે તેની રકમ ઓછી છે. ટ્રાઈના આ પગલાનો ફાયદો ડિઝિટલ પેમેન્ટ કંપનીને થશે.
ગત સપ્ટેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટે ટ્રાઈને સર્વિસ પ્રોવાઈડર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જે ગ્રાહકોને નકલી એસએમએસ મોકલે છે અને સ્પામ કોલ કરે છે. આ મામલે ટેલિકોમ કંપનીઓ કોર્ટના દ્વાર ખટખટાવી શકે છે.