બારડોલી : અતુલ વેકરિયાએ સર્જેલ હિટ એન્ડ રન મામલો વકર્યો

સુરતમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ સર્જેલ હિટ એન્ડ રન મામલો વકર્યો છે. ઘટનામાં મૃતક યુવતી બારડોલી તાલુકાની અને ચૌધરી સમાજની હતી. આજે વિવિધ માંગો સાથે ચૌધરી સમાજે બારડોલી મામલતદારને આવેદન આપ્યું હતું.
ગત 26 મી ના રોજ સુરત ના ઉધના મગદલ્લા રોડ પર રાત્રીના સમયે એક બેફામ કાર ચાલકે બે મોપેડ ને અડફેટે લીધી હતી. હિટ એન્ડ રનની બનેલ ઘટનામાં અતુલ બેકરી નો માલિક અતુલ વેકરિયા કાર ચલાવતો હતો. જોકે અકસ્માત સમયે ઘટના સ્થળ પર થીજ લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો. ઘટના માં એક યુવતીનું મોત થયું હતું. જે યુવતી નું વતન બારડોલી તાલુકાનું વધાવા ગામ છે. ઘટના બાદ યુવતી ના પરિવારજનો ને મામલો સમેટી લેવા પણ પ્રલોભનો આવી રહ્યા ની ફરિયાદ ઉઠી હતી. જેથી આજે યુવતીના ન્યાય માટે ચૌધરી સમાજ પણ આગળ આવ્યો હતો. અને બારડોલી મામલતદાર મેં આવેદન આપ્યું હતું.
ઘટના દિવસ થી જ પોલીસ દ્વારા અતુલ વેકરિયા ને બચાવવા પ્રયાસ કરાયા હતા. અને જામીન પર છુટકારો પણ મળી ગયો હતો. યુવતી ઉર્વશી ચૌધરી નો પરિવાર હવે ન્યાયિક રીતે પણ પડકાર કરનાર છે. અને ચૌધરી સમાજે પણ એજ માંગ કરી છે. કે અતુલ વેકરિયા ઉપર કડક સજા થાય અને તેવી કલમો પણ લગાવાય , યુવતી ના પરિવાર ને કાયદા મુજબ યોગ્ય સહાય પણ આપવામાં આવે , તેમજ અતુલ વેકરિયા ને બચાવવા પોલીસ ની ભૂમિકા અંગે પણ તપાસ ની માંગ કરી છે.