બારડોલી : ઉદય શાહ સામે નોંધાઈ છેડતીની ફરિયાદ

પોલીસ સમન્વયના ઉદય શાહ સામે બારડોલી પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાય છે. ઉદય શાહ ઓફીસમાં કામ કરતી એક મહિલા સમક્ષ અભદ્ર માંગણી કરી છેડતી કરતો હતો. પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. 
સુરત જિલ્લા. આ બારડોલીમાં પોલીસ સમન્વય નામની સંસ્થા સાથે જોડાયેલા અને ધામડોદ લુમ્ભાની સરદાર વિલા સોસાયટીમાં રહેતા ઉદય શાહ દ્વારા સભ્ય બનાવવાના નામે લાખોની ગેરરીતિ કરવાનો આરોપ લાગ્યા બાદ તેની સામે છેડતીની ફરિયાદ નોંધાઇ છે.  ગાંધી રોડ પર આવેલી પોલીસ સમન્વય સંસ્થામાં  કામ કરતી એક મહિલાને  છેલ્લા દોઢ વર્ષથી ઉદય શાહ હેરાન કરતો હતો. મહિલા પાસે અવારનવાર કિસ અને હગ કરવાની અભદ્ર માગ કરતો હતો.  અને અશ્લીલ ચેનચાળા કરતો હતો.  મહિલા તેની વાતોમાં આવતી ન હતી. જ્યારે પણ મહિલા ઓફિસમાં કામ અર્થે આવતી ત્યારે તેની એકલતાનો લાભ લઇ ગંદી કોમેન્ટ કરી શારીરિક સંબંધની માગણી કરતો હતો. 
ઉદય શાહે એવી ધાક જમાવ્યો હતો કે કોઈ સભ્યો કસું બોલી શકતા ન હતા. પોલીસ અધિકારી બનીજ બારડોલી ના ઉદય શાહ રોફ ઝાડતો હતો. પૈસા નું ઉઘરાણું તો ઠીક પરંતુ સથી મહિલા સભ્યો સાથે ગેરવર્તન કરતા આખો મામલો બહાર આવ્યો છે. મહિલાઓ તેને વશ થતી ન હોય તે સંસ્થામાંથી સસ્પેન્ડ કરવાની ધમકી આપતો હતો. ઉદય શાહના વર્તનથી પરેશાન મહિલાએ શુક્રવારે સાંજે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
પોલીસ સમન્વય માં લોકો ને જોડવા એને સમય જતા તરકીબ શરૂ કરી હતી . આમ તો સંસ્થા માં જોડાવવા માત્ર ૫ હજાર ફી હતી પરંતુ ઉદય શાહ જાને ગ્રાહક જોઈ પડીકા બાંધતો હોય તેમ સભ્યો ની પરિસ્થિતિ મુજબ લાખો રૂપિયા પડાવ્યા નું બહાર આવ્યું હતું . પોલીસ સમન્વય ના હોદ્દેદારો નું માની એ તો સાતિર ઉદય શાહે ધીમે ધીમે બારડોલી માં સભ્યો બનાવવા  ની શરૂઆત કરી હતી . એક નહિ બે નહિ પરંતુ  પુરુષો અને મહિલાઓ મળી ૧૨ થી વધુ  સભ્યો પાસે બેફામ રકમ વસૂલી હતી . ૧૦ હજાર થી લઇ ને લખો સુધી ફી  પેટે પૈસા વસૂલ્યા હતા . હાલ પોલીસ એ ઉદય શાહ ને ઝડપી કોવિડ નિયમો અનુસાર નજર કેદ રાખવામાં આવયિ છે. હાલ બારડોલી પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.