બનાસકાંઠા : કોવિડ હોસ્પિટલમાંથી ૨૭ કોરોના દર્દીઓ સાજા થઈ ઘરે ગયા

ભીલડી વિવિધ સહકારી મંડળીઓ, વેપારી મિત્રો અને વિવિધ વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ૨૦ ઓક્સિજન બોટલો, ૧૦ ઓક્સિજન ફલો મીટર, દર્દી અને તેના સગા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી.
તાજેતરમાં સરકાર તરફ થી ભીલડી સરકારી હોસ્પિટલમાં ૨૦ બેડની કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવેલ પરંતુ જ્યારે સમગ્ર ભારત દેશમાં મેડિકલ સાધનોની જરૂરિયાત હોય તો દરેક જગ્યાએ એક સાથે પૂર્ણ થઇ શકાય ન શકે તે સહજ છે. સરકાર તરફથી 10 ઓક્સિજનનો ની બોટલ મળી હતી ત્યારે ભીલડી ના સામાન્ય નાગરિકોએ ત્રણ ઓક્સિજન ફલો મીટર આપી એક સરસ અનુકરણીય સિલસિલો ચાલુ કર્યો તેના પછી ગ્રામજનોએ લોકફાળો ભેગો કરી 20 ઓક્સિજન બોટલનો સહયોગ કર્યો. આજે ગ્રામજનોના સારા આયોજન થકી કુલ ૩૦ ઓક્સિજન ની બોટલ અને 10 ઓક્સિજન ફલો મીટર ની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને ઓક્સિજન ભરાવવા અને લઈ જવાનો ટ્રાઈવેલ ખર્ચ પણ સેવાભાવી સંસ્થાઓ ઉઠાવી રહી છે. સાથે સાથે ડૉ. હરીયાણી ના માર્ગદર્શન થકી દુર્લભ એવા રેડમેસિવિર ઇન્જેક્શન સાથેની તમામ દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી.
મંગળવારે 7:24 કલાક ડો.વિજય ખત્રી, ડો.જયેશ શાહ, ડો.ઉમંગ યાગી, તેમજ તમામ નર્સિંગ સ્ટાફ ખડે પગે સેવા આપે છે જેના પરિણામે ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ જેમાં આજદિન સુધી 54 કોરોનાના દર્દીઓ દાખલ થયા હતા તેમાંથી 27 દર્દીઓ કોરોના ને હરાવી સાજા થઇ પોતાના ઘેર ગયા છે ત્યારે 20 દર્દીઓની હાલ સારવાર હેઠળ છે. 4 દર્દીઓને વધુ સારવાર માટે રિફર કરવામાં આવેલ છે. જેમાં 3 દર્દીઓ કોરોના ના જંગ સામે હારી ગયેલ જેમનું મૃત્યુ થયેલ છે.
ગ્રામજનોએ ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર રહેતા ડોક્ટરો, સ્ટાફ , દર્દીઓ અને તેમના સગાઓ માટે જમવાની ફ્રી વ્યવસ્થા કરી છે.
ધી ભીલડી મર્કન્ટાઇલ ક્રેડિટ કો.ઓ.સો એ 1,25,000 તેમજ ધી ભીલડી નાગરિક શરાફી સહકારી મંડળી એ 1,00,000 તથા ધી અર્બન કેડીટ કો.ઓ.સો.એ 25,000 રૂપિયા આપી ને
આમ ભીલડી સરકારી હોસ્પિટલ અને સેવાભાવી ગ્રામજનોની આ કામગીરી ભીલડી તેમજ આજુબાજુ ના ગામમાં આશીર્વાદ સમાન બની રહી છે.