બનાસકાંઠા : ગોગાપુરા પાસે અલ્ટો અને બાઇક સામસામે ટકરાઈ

ડીસાના ગોગાપુરા (મુડેઠા) પાસે અલ્ટો અને બાઇક સામસામે ટકરાતાં બાઈક ચાલક સહિત બન્ને ને પગ ના ભાગે ઈજા.
ડીસા તાલુકાના ગોગાપુરા (મુડેઠા) નજીક અલ્ટો કાર અને બાઈક સામસામે ટકરાતાં બાઈક ચાલક સહિત બે લોકોને ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ ગોગાપુરા નજીક વળાંક માં અલ્ટો કાર અને બાઈક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો બાઈક ચાલક અશોકભાઈ ભેમાભાઈ પરમાર ઉંમરવર્ષ:35 રહે: ગોગાપુરા (મુડેઠા) તાલુકો: ડિસા વાળા ને માથાના ભાગે ઈજા પહોંચી અને પગમાં ફેક્ચર થયેલ છે અને બાઇક પાછળ બેસેલા સુરેશભાઈ દુદાભાઇ પરમાર ગામ : લોરવાડા તાલુકો: ડિસા વાળા ને પગનાં ભાગે ફેક્ચર થયેલ છે ભીલડી 108 દ્વારા ઈએમટી જગદીશભાઈ દવે તેમજ પાઈલોટ સંજયભાઈ સુદાસણા દ્વારા તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.