બનાસકાંઠા : ચેખલા ગામ નજીક હાઈવે રોડ પર ગાય આડી આવતાં ટ્રેલર પલટાયું

ચેખલા ગામ નજીક હાઈવે રોડ પર ગાય આડી આવતાં ટ્રેલર પલટાયું...
ટ્રેલર થી કન્ટેનર અલગ પડતા ટ્રેલર-કન્ટેનર બંને પડતાં હાઈવે રોડ બંધ થયો હતો. ભારે જહેમત બાદ હાઈવે રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો
કાંકરેજ તાલુકાના ચેખલા ગામ નજીક મંગળવારે વહેલી સવારે ડીસા તરફથી મુન્દ્રા તરફ જઈ રહેલ ટ્રેલર જ્યારે વહેલી સવારે અચાનક ગાય આડી આવતાં ટ્રેલર થી કન્ટેનર અલગ પડીને રોડ પર ખાબકયુ હતું વહેલી સવાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અને ડ્રાઈવર અને કંડકટર નો આબાદ બચાવ થયો હતો.