બનાસકાંઠા : ડીસામાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થયું શરૂ

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નગરપાલિકા ની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું ગયું છે
બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.ડીસામાં પણ 11 વોર્ડ માટે 152 ઉમેદવારો મેદાનમાં છે જ્યાં 88 મતદાન મથક ઉપર 92,665 મતદારો મતદાન કરશે. મતદાન મથકની જગ્યાએ કોવિડ ની ગાઈડલાઈન અનુસાર મતદાન મથકો પર થર્મલ ગન, સેનેટાઈઝર સહિતની તૈયારીઓ પણ કરાઈ છે, અને કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન શરૂ થઈ ગયું છે