બનાસકાંઠા : પછાત વિસ્તારોમાં એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણા નું વેચાણ

કોરોના મહામારી ના સમયમાં બનાસકાંઠા માં ડીસા ના પછાત વિસ્તારોમાં એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણા વેચાતા હોવાની ઘટના સામે આવી છે જેને પગલે આરોગ્ય વિભાગે જીઆઇડીસી વિસ્તારમાં ડીલર ને ત્યાં દરોડા પાડી એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાં નો જથ્થો ઝડપી પાડયો હતો અને વેપારી ને દંડ ફટકારી તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી
ડીસાના પછાત વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાં વેચાતા હોવાની માહિતી મળતા જ આજે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. એક તરફ કોરોના મહામારી નો સમય ચાલી રહ્યો છે અને બીજી તરફ ચોમાસા માં પણ રોગચાળો ફેલાવાની શક્યતા હોય છે જેથી આરોગ્ય વિભાગે તાત્કાલિક એક્સપાયરી ડેટ વાળો માલ વેચતા વેપારી ને ત્યાં દરોડા પાડયા હતા. ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં તપાસ હાથ ધરતા જ વેપારીને ત્યાંથી મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળા આર સી ક્યુ મારકા વાળા ઠંડા પીણા નો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક નગર પાલિકાની ટીમને બોલાવી તમામ એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાનો જથ્થાનો નાશ કરાયો હતો જ્યારે ખાતે ઠંડા પીણા વિસ્તાર વેપારીને દંડ ફટકારી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
કોરોના મહામારી ના સમયમાં એક્સપાયરી ડેટ વાળો અને અખાજ ચીજ વસ્તુ વેચનાર વેપારી સામે કડક કાર્યવાહી હાથ ધરાતા અન્ય લેભાગુ વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો જ્યારે આરોગ્ય વિભાગે પણ જનતાને અપીલ કરી છે કે કોઈપણ ખાર્ધ ચીજ વસ્તુ શંકાસ્પદ લાગે અથવા તો એક્સપાયરી ડેટ વાળો માલ વેચાતો હોય તો તાત્કાલિક આરોગ્ય વિભાગની જાણ કરવા અપીલ કરી હતી.