ભાભર : ઉજ્જનવાડા ગામના ખેતર માંથી કારતુસ સાથે રીવોલ્વર ઝડપાઇ

ભાભર તાલુકો સરહદી વિસ્તાર ને અડીને આવેલો છે ત્યારે આ વિસ્તાર માં ચાલતી ભૂગર્ભ અસામાજીક પ્રવુતી બાબતે જવાબદાર તંત્રએ સક્રિય અને જાગૃત રહેવું જવાબદારી બનેછે બે દરકારી ક્યારેક અનિચ્છનીય પરીણામ લાવી શકે છે ભાભર પી.એસ.આઇ.પી.એલ.આહિર તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ભાભર તાલુકા ના ઉજ્જન વાડા ગામ ના રાવલ હિરૂભાઇ પુંજીરામ ના માલિકી ના નર્મદા કેનાલ ની બાજુમાં આવેલા ખેતર માં બનાવેલ રહેણાંક મકાન ના સ્થળે રેડ કરતાં ખેતર માં બનાવેલ ઢાળિયા માં તિજોરી માં રાખેલ પાસપરમીટ વગર ગેરકાયદેસર ની કોઇ ગુન્હાઇત અંજામ આપવા હાથબનાવટ ની દેશી રીવોલ્વર નં.1કિ.રૂ.10000/00તથા જીવતા કારતુસ નં.4 કિ.રૂ. 400/00ના કુલ રૂ.10400/00નો મુદામાલ મળી આવ્યો હતા રેડ દરમ્યાન ખેતર માલિક હાજર મળી આવેલ ન હતો ભાભર પોલીસે ખેતર માલિક હિરુભાઇ પુંજીરામ રાવલ રહે.ઉજ્જનવાડા તા.ભાભર વાળા વિરૂધ્ધ આર્મસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવા માં આવિ છે