ભાભર : ડીસામાં થયેલ યુવકની હત્યાને લઈ મામલતદારને આવેદન અપાયું

ભાભર માળી સમાજ દ્વારા ડીસા માં થયેલ યુવકની હત્યા ને લઈ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું .
ડીસા શહેર બેકરીકુવા વ્હોળા વિસ્તારમા રહેતા દશરથભાઇ માળીની ધુળેટીના દિવસે સાજ સમયે પોતાના ઘરે જઇ રયા હતા ત્યારે રસ્તા માં ઉભેલા શખ્શોએ પૈસાની માગણી કરેલ જે બાબતે રકઝક થતાં દશરથભાઇ માળી ઉપર હુમલો કરતા ગંભીર રીતે ધાયલ થતાં તેમના પરીવાર દ્વારા તાત્કાલિક સારવાર માટે લઈ જવાયેલ જયાં તેમનું મોત નિપજ્યું હતું આ બાબતે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ યુવકની હત્યા બાબતે સમસ્ત માળી સમાજ માં ઘેરા પ્રર્ત્યાઘાત પડ્યા જોવા મળ્યા હતા જેમાં તમામ માળી સમાજ ની એકજ વાત છે કે આ પીડીત પરિવાર ને ન્યાય મળે અને તટસ્થા તપાસ થાય આજે 1 એપ્રિલ ના રોજ હત્યારા આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા મરનાર માળી સમાજના દશરથભાઇ યુવક ને ન્યાય મળે તેવી મુખ્ય મંત્રી શ્રી ને રજૂઆત કરતું આવેદન પત્ર ભાભર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર પી.કે.ઓઝાને ભાભર માળી સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં ભાભર તાલુકા અને શહેરના માળી સમાજના આગેવાનો યુવાનો હાજર રહીને મૃતક ના માળી પરિવાર ને ન્યાય મળે અને ગુના માં સંડોવાયેલ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને આ કેશ ફાસ્ટેક કોર્ટ માં ચલાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.