ભાભર : નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી

ભાભર નગરપાલિકા ની યોજાનારી સામાન્ય ચૂંટણી ના ઝંઝાવાતી પ્રચાર અભિયાન ના પડધા શાંત થઈ જતાં હવે આજે કતલની રાતે ચૂંટણી જીતવાના કાવાદાવા કુટાશે જેને લઈ છેલ્લી ઘડીએ ચૂંટણી નો ઉત્તેજના ભયૉ માહોલ છવાયો
બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ભાભર નગરપાલિકા ની ચૂંટણી માં ભાજપ ના 24 કોંગ્રેસ ના 24 આપના 6 અપક્ષ 1 મળી કુલ 55 ઉમેદવારો વચ્ચે રસાકસી ભયૉ જંગ જામ્યો છે ભાજપ માટે પાલીકા માં સત્તા જાળવી રાખવા ની મથામણ છે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા નો પ્રશ્ન છે
વહીવટી તંત્ર ખડેપગે નગરપાલિકાની ચૂંટણીને લઈ. વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર ખડેપગે થઈ ગયું છે શાંતિ પૃણૅ માહોલ માં મતદાન સંપન્ન થાય તે માટે તંત્રે તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દીધો છે કોરોના ને લઈ ચૂંટણી પંચ ની ગાઈડ લાઈન મુજબ સાધન સામગ્રી ચેક કરી દેવામાં આવી છે રાજ્યકીય પક્ષ ને સાથે રાખી ને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખોલીને ચેક કરીને મતદાન મથક ના 20 બુથ પર રવાના કરવામાં આવ્યા