ભાભર : માનવતા ગુપ ભાભર દ્વાર આરોગ્ય કર્મીઓનુ સન્માન કરાયું

સરહદી વિસ્તાર ભાભર માં અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોનાના કહેર વચ્ચે અવિરતપણે સેવા નુ કામ કરી રહી છે
વિશ્વ વ્યાપી કોરોના મહામારી સામેની લડત કોઇ જંગથી ઓછી નથી. યુધ્ધ દરમિયાન એક સૈનિક પોતાના વતનની પરીસ્થિતી બતાવી વીરતાનો પરચો આપે છે… તેવું જ આજે કોરોનાના આરોગ્ય કર્મીઓ યોદ્ધાઓ કરી રહ્યા છે.
સરહદ પર જંગના મેદાનમાં દુશમનને જોઇ શકાય છે. તેના પર પ્રહાર કરીને વિજય મેળવી શકાય. પરંતુ કોરોના નામનો દુશમન તો અદ્શ્ય છે. શરીરના કયા ખુણામાં છુપાઇને ઘર કરી ગયો તે જોઇ શકાતુ નથી. કયા વ્યક્તિમાં આ વાયરસની કેટલી સંવેદનશીલતા-ગંભીરતા છે તે નક્કી કરવું અધરુ બની રહે છે. આ તમામ પ્રતિકુળ પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય કર્મીઓ સફેદ રંગમા પી.પી.ઇ. કીટમાં સજ્જ થઈ યોદ્ધાઓની જેમ અવિરત સેવા આપી રહ્યા છે. કોરોના સામેની જંગમાં પોતાનો જુસ્સો બતાવીને વાયરસને શરીરમાંથી હાંકી કાઢવા કાર્યરત છે, આવા સમયે આરોગ્ય કર્મીઓનો જુસ્સો વધારવા માનવતા ગ્રુપ ભાભર દ્વારા ટિફિન બોક્સ આપીને સન્માન કરાયું હતું.