ભાભર : માનવતા ગ્રુપ સબડિસ્ટ્રીક હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રુટ વિતરણ

બનાસકાંઠા જિલ્લામાં સરહદી તાલુકામાં લોક જાગૃતિ અને સેવાકીય પ્રવૃતિઓ કરતું માનવતા ગ્રુપ ભાભર કોરોનાની મહામારીમાં હરહમેંશા લોકો ની પડખે ઉભું રયુ છે , લોકોમાં પોઝિટિવ અવેરનેસ અભિયાન અંતર્ગત ભાભરની તમામ સોસાયટીના ગેટ પર, સર્કલ પર, હોસ્પિટલની આજુબાજુ તેમજ તમામ આઈસોલેશન વોર્ડમાં બેનર લગાવવાની કામગીરી પુર્ણ થઈ અને આજ રોજ માનવતા ગ્રુપ ભાભર દ્વારા સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ભાભર ના કોવિડ વોર્ડ અને જનરલ વોર્ડ માં દાખલ દર્દીઓને ઇમ્યુનિટી વધે એ માટે સફરજન અને મોસંબી (સંતરા) ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું હતું માનવતા ગ્રુપ ભાભર ની ટીમ દ્વારા ખડેપગે હાજર રહી વિવિધ પૃવિતિઓ થકી સેવા કરી રહી છે