ભાવનગર : ભાજપ ૪૪ બેઠકો મેળવી જયારે કોંગ્રેસ માત્ર ૮ બેઠકો પર વિજય

શહેરમાં મહાનગરપાલિકા ચુંટણી માટે કુલ 13 વોર્ડના 52 ઉમેદવારો માટે ગત 21 ફેબ્રુઆરીના મતદાન યોજાયું હતુ જેમાં મતદારોની નીરસતા સાથે સાજે 6 કાલક સુધીમાં 49.47 % મતદાન થયું હતુ.જયારે આજે સરકારી એન્જીન્યરીંગ કોલેજ ખાતે સવારે 9 કાલક થી 13 વોર્ડના ૫૨ ઉમેદવારોના ભાવી ઉપર સૌ કોઈ ની મીટ મંડાયેલી હતી.
ભાવનગરની 13 વોર્ડની 52 બેઠકોમાંથી 4 ઉમેદવારો એવા છે જેમણે 500 કરતા પણ ઓછા મતો થી વિજય મેળવ્યો છે. જ્યારે 11 ઉમેદવારોએ 7 હજાર કરતા વધુ મતો થી વિજયી થયા છે.શહેરમાં ૫૨ બેઠકોમાંથી 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે તેમજ 44 બેઠકો પર ભાજપ ઉમેદવારોએ જીત મેળવતા મહાપાલિકામાં ભગવો લહેરાયો છે.
ભાવનગર મહા પાલિકા ચુંટણીમાં ભાજપે ૧૦ પેનલ પર ભવ્ય વિજય મેળવવામાં આવતા ભાજપ કાર્યકરો તેમજ શહેર પ્રમુખ રાજીવ પંડ્યા,પૂર્વ ભાજપ પ્રમુખ અને પશ્ચિમ ધારા સભ્ય જીતું વાઘાણી,રાજ્ય મંત્રી વિભાવરીબેન સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓએ ઉમેદવારોની જીત માટે અભિનંદન પાઠવી શુભકામનાઓ પાઠવવામાં આવેલ.