ભાવનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન માટે ઇ.વી.એમ.ની ફાળવણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકરની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે ખાસ ચૂંટણી ને લઈને ઇ.વી.એમ.ની ફાળવણીશામળદાસ કોલેઝ ખાતે કરવામાં આવી હતી,જેમાં ભાવનગર જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો માટે કુલ ૧૧૧ ઉમેદવાર મેદાને છે.તેમજ ૧૦ તાલુકાની ૨૧૦ બેઠક માટે ૫૬૩ ઉમેદવારો મેદાને છે તેમજ પાલીતાણા,મહુવા,વલ્લભીપુર, નગરપાલિકાનું અવતીકલેજ મતદાન યોજવાનું છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી ઓ હાથ ધરવામાં આવી હતી આવતી કાલે યોજાવનાર મતદાન બુથો પર કુલ 7000 જેટલા કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહેશે જે લોકોને આજથીનેજ તમામ સામગ્રીઓ સાથે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે આવતી કાલે યોજાવના મતદાનમાં પોલીસ તંત્ર દ્વાર પણ પોલીસ કર્મચારીઓ ,હોમગાર્ડ સ્ટાફ , તેમજ જી.આર.ડી ને સાથે રાખી શાંતિ પૂર્ણ મતદાન થાય તેવા પગલાં લેવાયા હતા જ્યારે કોવિડ 19 ની મહામારીને લઈને તંત્ર દ્વારા થર્મલ ગન, સેનેટ્રેઝર , અને માસ્ક સહિતના સાવચેતીના સાધનો આરોગ્ય વિભાગને આપવામાં આવ્યા હતા અને મતદાન દરમિયાન કોવિડ19 નું સંપૂર્ણ ધ્યાન રાખીને મતદાન કરવા દેવામાં આવશે. આવતી કાલે સવારે ૭ થી ૬ સુધી મતદાન પૂર્ણ થયા બાદ તમામ કર્મચારીઓએ પોતાના ઇ.વી.એમ નિયતસ્થળ પર જમાં કરાવી કામગીરી પુર્ણ કરવામાં આવશે.