ભાવનગર : સાયન્સ કોલેઝની વિધાર્થીનીએ બનાવ્યો હર્બલ સાબુ

કોરોના જેવા વૈશ્વિક મહામારીના સમયમાં એ ખુબજ જરૂરી છે કે વ્યક્તિ પોતાને સ્વચ્છ, સુરક્ષિત અને નિરોગી રાખે. તેથી વ્યક્તિએ સતત પોતાના શરીરને બેક્ટેરિયા તથા વાઇરસ થી મુક્ત રાખવું જરૂરી છે. ત્યારે શહેરની સાયન્સ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક અને સરળતાથી મળી આવતી વનસ્પતિ/ઔષધિ નો ઉપયોગ કરી બેક્ટેરિયા અને વાયરસ સામે પ્રતિકાર આપતો કિફાયતી હર્બલ સાબુ બનાવવામાં આવ્યો.
કોરોના જેવા વૈશ્વિક મહામારીના સમયમાં એ ખુબજ જરૂરી છે કે વ્યક્તિ પોતાને સ્વચ્છ, સુરક્ષિત અને નિરોગી રાખે. તેથી વ્યક્તિએ સતત પોતાના શરીરને બેક્ટેરિયા તથા વાઇરસ થી મુક્ત રાખવું જરૂરી છે. જેના માટે કાળજીના ભાગરૂપે શરીરને સેનિટાઇઝ કરતું રહેવું જરૂરી છે એવા સમયે ભાવનગરની જ્ઞાનમાંજરી સાયન્સ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક અને સરળતાથી મળી આવતી વનસ્પતિ/ઔષધિનો ઉપયોગ કરી બેક્ટેરિયા અને વાયરસ સામે પ્રતિકાર આપતો કિફાયતી હર્બલ સાબુ બનાવવામાં આવ્યો. વનસ્પતિ/ ઔષધિનો ઉપયોગ કરી બેક્ટેરિયા અને વાયરસ સામે પ્રતિકાર આપતો કિફાયતી હર્બલ સાબુ બનાવવામાં આવેલ આ ૧૦૦ ગ્રામનાં સાબુની કિંમત માત્ર ૩૦ રૂપિયા થાય છે, જેમાં એલોવેરા, તુલસી, લીમડો, હળદર અને મધ ઉપરાંત ગલગોટા, જાસૂદ, ગુલાબ, ઓર્કિડ, આસોપાલવનાં ફૂલ તથા પાન, બીટનો કંદ, લીમડાના પાન, લીંબુ, ફૂદીનો, ડુંગળી, લસણ, લીલી હળદર, નારંગીની છાલનો પાવડર, તથા કોથમીર પાવડર જેવી વનસ્પતિ/ઔષધિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા બનવવામાં આવેલ આ હર્બલ સાબુમાં કોઇપણ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને આ સાબુની બનાવટ સંપૂર્ણ વનસ્પતિ/ઔષધિનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે આ હર્બલ સાબુ ભાવનગરની જ્ઞાનમંજરી સાયન્સ કોલેજનાં વિદ્યાર્થીઓ શ્રુતિ ગુપ્તા, સલૌની રાણપુરા, પ્રિન્સ ખેની અને હિરેન ડોબરિયા દ્વારા કોલેજનાં પ્રોફેસર નિશિથ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. આ સાબુ કોઈ પણ વ્યક્તિ દ્વારા સામાન્ય ખર્ચે પોતાના ઘરે પણ બનાવી શકાય તેમ છે. આ સાબુની ગુણવત્તા બજારમાં મળી આવતા અન્ય બ્રાંડેડ સાબુઓની તુલ્ય છે.