ભરૂચ : કોરોનાના કેસોની સંખ્યામાં ગંભીરતાપૂર્વક વધારો

ભરૂચ શહેરમાં હાલ કોરોએ પકડ્યો છે ત્યારે ભરૂચ શહેર-જિલ્લામાં રોજબરોજ કેસોની સંખ્યા માં ગંભીરતાપૂર્વક વધારો થઈ રહ્યો છે ગઈકાલે સરકારી આંકડા પ્રમાણે 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં પણ સૌથી વધુ ભરૂચ શહેરમાં કોરોનાની સંખ્યા વધુ જોવા મળી રહી છે જિલ્લામાં 226 લોકો હોસ્પિટલ અને હોમ આઈસોલેસન હેઠળ સારવાર લઇ રહ્યા છે હાલ ભરૂચ શહેર જિલ્લામાં કુલ 244 કન્ટેનમેન્ટ ઝોન એક્ટિવ છે
ગુડ ફ્રાઈડે ના દિવસે ખ્રિસ્તી સમાજ ના ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલ એક શિક્ષકનું કોરોના થી મોત થવા પામ્યું હતું કોરોના મહામારી ના કારણે કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યા છે ત્યારે શુક્રવારે ખ્રિસ્તી સમાજનો પવિત્ર તહેવાર ગુડ ફાયદે દિવસ ખ્રિસ્તી સમાજ માટે શોકમય બની જવા પામ્યો હતો સમગ્ર તહેવાર ખ્રિસ્તી સમાજ ના પરિવારમાં ગુડ ફ્રાઈડે ઉત્સવ માતમ માં ફેરવાઇ ગયો હતો ભરૂચના ડભોઇ વાળ નજીક આવેલ ખિસ્તી સમાજના કબ્રસ્તાન ખાતે કોરોના protocol સાથે મૃતકની અંતિમવિધી કરાઈ હતી ગુડ ફ્રાઇડેના પવિત્ર દિવસે જ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીએ હૈયાફાટ રુદન કરી મૂકયું હતું પરિવારમાં દીકરીના માતા-પિતા બંને કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં પિતાનું કોરોના ની સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું જ્યારે માતા કોરોના સામે જંગ લડી રહ્યા છે