ભરૂચ : જીમ સંચાલકોમાં ગાઈડલાઈન સાથે જિમ ખોલવાની મંજૂરી મળતા ખુશી

કોરોના નું સંક્રમણ ઓછું થતા વિવિધ છૂટછાટ હેઠળ ધધા રોજગાર સરકારી ગાઈડલાઈન સાથે થઈ ગયા બાદ હવે 50 ટકા કેપેસિટી સાથે જિમ ખોલવા ની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવતા જીમ સંચાલકો અને તેમાં આવતા સ્વાસ્થ્યપ્રેમીઓ માં પણ ખુશી જોવા મળી રહી છે.
ભરૂચ શહેર જિલ્લા માં મોટી સંખ્યા માં જીમ કાર્યરત છે.જેમાં લોકો પોતાના સ્વાસ્થ્ય ની જાળવણી માટે જતા હોય છે.ભરૂચ સહિત રાજ્ય માં કોરોના ના કારણે જીમ બંધ છે જેને હવે કોરોના સંક્રમણ ઓછું થતા 11 મી જૂન થી 50 ટકા કેપેસિટી અને કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. તેથી છેલ્લા દોઢ વર્ષ થી ભારે આર્થિક નુકસાની ભોગવી રહેલા જીમ સંચાલકો માં ખુશી જોવા મળી રહી છે.સરકાર ના આ નિર્ણય ને વધાવી લઈ જિમ સંચાલકો આગામી દિવસોમાં ધીમેધીમે કેપેસિટી વધારવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.
કોરોનાના કારણે લોકડાઉન લાગતા જીમ બંધ રહેતા કેટલાયે સ્વાસ્થ્ય પ્રેમીઓ પણ તંદુરસ્તી જાળવણી માટે ઘરે રહી જે કરી શકાય તે રીતે કસરત કરી રહ્યા હતા પણ જીમ જેવી સુવિધા મળતી ન હોવાનું જણાવી હવે જીમ ખુલી રહ્યા છે તે જાણી ખુશ જોવા મળી રહ્યા છે.પણ તેવો સમય ની અવધિ વધારવામાં આવે તે જરૂરી હોવાનું કહી રહ્યા છે.
કોરોનાની પ્રથમ લહેર બાદ માંડ માંડ ખુલેલા જીમ પુનઃ બંધ થયેલા સ્વાસ્થ્ય જાળવણી માટે ઉપયોગી જીમ પુનઃ ધમધમતા થશે પણ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં બેદરકારી રાખવામાં ના આવે તે આવશ્યક છે.