ભરૂચ : મતદાન મથકો સહિતના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી રવિવારે મુકત, ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. એમ.ડી. મોડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાય છે. તમામ મતદાન મથકોએ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે . સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માં મતદારો ઉમેદવારોનું ભાવિ નકકી કરશે .
વિગતવાર જોઇએ તો ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે ભાજપા-44, કોંગ્રેસ- 43, આમ આદમી પાર્ટી -12, AIMIM -6, અન્ય -14, ભરૂચ જનતા અપક્ષ -30 મળી કુલ 149 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધા માટે 148 મતદાન મથકોએ મતદાન યોજાશે.