ભરૂચ : રીક્ષા ચાલકો PPE કીટ પહેરી કોવિડ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા આપશે

જયભારત રિક્ષા એસો.ની અનોખી પહેલ 10 રીક્ષા ચાલકો PPE કીટ પહેરી કોવિડ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા આપશે. વર્તમાન પરિસ્થિતિમાં ચાલી રહેલી કોરોના મહામારી રોકવા દુનિયાભરના નિષ્ણાંતો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. દેશભરમાં વહીવટી તંત્ર, તબીબી આલમ, પોલીસ તંત્ર, કોરોના મહામારી રોકવા માટે રાત દિવસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
કોરોનાના કપરાકાળમાં જયભારત રીક્ષા એસોસિએશને અનોખી પહેલ કરી છે ભરૂચ શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોવિડ દર્દીઓ માટે 10 જેટલી રીક્ષા PPE કીટ પહેરીને વિનામૂલ્યે સેવા આપશે. શહેરની કોઈપણ હોસ્પિટલમાં કોરોના દર્દી ને લઈ જવા લઈ જવામાં આવશે જેનું કોઈ પણ જાતનું ભાડું વસૂલ કરવામાં આવશે નહીં 24 કલાક કોરોના સંક્રમિત સેવા માટે કોઈપણ સમયે રીક્ષાભાડાની અપેક્ષા વગર વિનામૂલ્યે કોવિડ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવશે આ સરાહનીય સેવાકાર્ય પ્રસંગે રાજ્યના રીક્ષા એસોસિએશન ના પ્રમુખ જયતિભાઈ પ્રજાપતિ,ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા એ ઉપસ્થિત રહી જય ભારત રીક્ષા એસોસીએશનની કામગીરીને બીરદાવી હતી આજરોજ ભરૂચ શહેર ખાતે કુલ ૭૦ રિક્ષા ચાલોકોને ભરૂચ
પોલીસવડા તરફથી કર્ફ્યુ પાસ આપવામાં આવ્યા હતા ૭૦ રિક્ષાચાલકો માંથી ૬૦ જેટલી રિક્ષા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો માટે કાર્યરત રહેશે બહારથી આવતા લોકોને તકલીફ ના પડે અને સમયસર ઘરે પહોંચાડવા માટે જય ભારત ઓટો રીક્ષાની ૬૦ જેટલી રીક્ષા 24 કલાક કરફયૂમાં પણ કાર્યરત રહેશે જેનું ભાડુ વસૂલ કરવામાં આવશે જય ભારત રીક્ષા એસો ના પ્રમુખ સરફરાઝ પટેલ,ઉપ પ્રમુખ આબીદ મિર્ઝા એ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.