ભરૂચ : વર્લ્ડ ડોનર ડે ની ઉજવણીના ભાગ રૂપે રક્તદાન કરાયું

વર્લ્ડ ડોનર ડે નિમિત્તે ભરૂચ સાયકલલીસ્ટ ગ્રુપના 150 થી વધુ ગ્રુપ ના મેમ્બરો દ્વારા તબક્કા વાર ભરૂચ રેડ ક્રોસ બેંક ખાતે રક્તદાન  કરવામાં આવ્યું હતું..કોરોના કાળની કપરી પરિસ્થિતિ માં સારવાર અર્થે આવતા દર્દીઓ અને અન્ય દર્દીઓની સારવાર માટે  પડતી રક્ત ની જરૂરીયાતની કમીના કારણે પડતી દર્દીઓની મુશ્કેલીઓથી નિજાત અપાવાના સુંદર પ્રયાસના ભાગ રૂપે ભરૂચ સાયકલલીસ્ટના મેમ્બરો દ્વારા 150 યુનિટ ના લક્ષય સાથે તબક્કા વાર સેવાશ્રમ સ્થિત આવેલી રેડક્રોસ બેંક ખાતે રક્તદાન કરવામાં આવ્યું હતું..આ રક્ત દાન કેમ્પમાં રેડક્રોસ બેંક ના ડોક્ટર ખીલવાની ના સહયોગ થી 150 યુનિટ બ્લડ એકઠું કરી 'રક્તદાન એજ મહાદાન ' ની પ્રથાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પ માં ભરૂચ સાયકલલીસ્ટ ગ્રુપ ના મેમ્બર સંજય ભાઈ બીનીવાલે, રાજવીર સિંહ ઠાકોર,દેવ વાઝા સહિત ના સભ્યો એ ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું.