મોરબી : કલેકટર દ્વારા પત્રકાર પરિષદ કરીને ચુંટણી અંગે માહિતી અપાઈ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનાપડઘમ વાગી ચુક્યા છે ત્યારે મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણનગરપાલિકામાં ચુંટણી યોજાનાર છે ત્યારે જીલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ કરીનેચુંટણી અંગે માહિતી આપવામાં આવી હતી
જેમાં મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠકોમાટે ૬૭૨ મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે તો જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં ચુંટણીયોજાશે જેમાં મોરબી તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે 228 મતદાન મથકોમાં ૧૨૬૦, માળિયા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૬૭ મતદાનમથકો પર ૪૦૬, હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે ૧૨૩ મતદાનમથક , ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠક, વાંકાનેર તાલુકા પંચાયતની ૨૪ બેઠકો છે.જયારે મોરબી નગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો, માળિયા પાલિકાના ૦૬ વોર્ડ, વાંકાનેર પાલિકાના ૦૭ વોર્ડ મતદારો પોતાનામતાધિકારનો ઉપયોગ કરશે.તેમજ મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુંટણીનીતમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે તો જીલ્લા પોલીસ વડા સાથે મીટીંગ કરી પોલીસબંદોબસ્ત અંગે પણ ચર્ચા કરવામાં આવી છે તો સ્થાનિક સ્વરાજની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાંઅને કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજાઈ તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
બાઈટ : કેતન જોષી,અધિક કલેકટર મોરબી