મોરબી : ચુંટણીલક્ષી તૈયારીઓની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાનાર છે જે ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત મહત્વનો બની રહે છે જેથી પોલીસ વિભાગ દ્વારા ચુંટણીલક્ષી તૈયારીઓની માહિતી આપવા જીલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી
મોરબી જીલ્લામાં ચુંટણીને પગલે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે ચુંટણીમાં બંદોબસ્ત અંગે માહિતી આપતા જીલ્લા એસપીએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં ૮૫૯ પોલીસ કર્મચારી ઉપરાંત ૧ એસઆરપી કંપની ફાળવવામાં આવશે ઉપરાંત ૨૯૪ પોલીસ જવાનો અન્ય જીલ્લામાંથી આવશે તો સાથે જ ૧૨૬૨ હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે પીઆઈ, પીએસઆઈ, સહિતના ૪૪ અધિકારીઓ કામગીરી સંભાળશે જીલ્લામાં ૧૨૦ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે તો જીલ્લામાં આઠ ચેકપોસ્ટ કાર્યરત કરીને વાહનચેકિંગ કરવામાં આવી રહ્યા છે. મોરબીમાં ચુંટણીને ધ્યાને લઈને પોલીસ વિભાગ દ્વારા અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે સાથે જ દેશી-વિદેશી દારૂની હેરાફેરી રોકવા પોલીસ ટીમો સતત કાર્યરત છે તો હથિયારો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં પરવાનાવાળા ૧૦૬૩ હથિયારો હોય જે પૈકી ૯૮૬ જમા લેવામાં આવ્યા છે ૭૧ હથિયારોને મુક્તિ આપવામાં આવી છે તો ૬ હથિયાર જમા લેવાના બાકી હોય જે કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે