મોરબી : લલીતભાઈ કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા

મોરબી માર્કેટિંગ યાર્ડની આજે ચુંટણી યોજાઈ રહી છે ત્યારે યાર્ડની ચુંટણીમાં ઝંપલાવનાર લલીતભાઈ કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં પીપીઈ કીટ પહેરી મતદાન કરવા પહોંચ્યા હોય જેથી રાજકારણ ગરમાયું હતું મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં સહકાર પેનલમાંથી યાર્ડના વર્તમાન ચેરમેન મગનભાઈ વડાવીયા અને ખેડૂત પરિવર્તન પેનલમાંથી ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા વચ્ચે સીધી ફાઈટ છે યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકમાં ૨૧ ઉમેદવારો અને ૧૪૭૦ મતદારો છે જયારે વેપારી મંડળીમાં ૦૮ ઉમેદવારો અને ૧૪૪ મતદારો છે જયારે વહીવટી મંડળીમાં ૩ ઉમેદવારો અને ૩૫ મતદારો માર્કેટિંગ યાર્ડ ખાતે મતદાન કરી રહ્યા છે સવારે ૯ થી સાંજે ૫ સુધી મતદાન પ્રક્રિયા ચાલશે જેનું પરિણામ તા. ૦૧ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે તો યાર્ડની ચુંટણી લડનાર ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા કોરોના સંકમિત હોય અને હોસ્પિટલમાં એડમિટ હોવા છતાં પીપીઈ કીટ પહેરીને યાર્ડ ખાતે પહોંચ્યા હોય જે અંગે પ્રતિક્રિયા આપતા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે ચુંટણી લડવાનો બધાને અધિકાર છે અને કોરોના દર્દી મતદાનના આખરી કલાકમાં પીપીઈ કીટ પહેરીને મતદાન કરી સકે છે જોકે લલિત કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં આવ્યા હોય અને દરેક લોકોને મળીને અન્યને ચેપ ફેલાય તેવી બેદરકારી દાખવી જે યોગ્ય ના હોવાનું જણાવ્યું હતું તો મગનભાઈ વડાવીયાની રાહબરીમાં સહકાર પેનલમાં ૧૦ ખેડૂત, ૪ વેપારી અને ૨ સંઘના ઉમેદવારો સહીત ૧૬ પ્રતિનિધિ ચૂંટણી લડી રહ્યા છે જેના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો