મોરબી : શિક્ષણ બોર્ડમાં ૧ થી ૯ ખંડની ચુંટણી માટે મતદાન યોજાયું

”ગુજરાત રાજ્ય ઉચ્ચતર માદયમિક શિક્ષક સંઘ મહામંડળ” ના બોર્ડ ચૂંટણી માટે મતદાન સમગ્ર રાજ્યમાં યોજાયું છે જેમાં ગુજરાત માધમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ૧ થી ૯ ખંડની ચુંટણી માટે મતદાન યોજાયું છે જેમાં ૪ અને ૭ ખંડ બિન હરીફ થયા છે તો મોરબી જીલ્લામાં ધી.વી.સી. ટેક્નિકલ હાઇસ્કૂલ ખાતે બે બુથ રાખવામાં આવ્યા છે તેમાં જીલ્લામાં નોંધાયેલા ૧૦૯૧ મતદાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બોર્ડના હોદેદારોની નિમણુક કરશે.આ ક્રેડરમાં આચાર્ય, માધ્યમિક શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, સંચાલક મંડળ, વાલી મંડળ, બિન શૈક્ષણિક સ્ટાફ સહિતના વિવિધ ક્રેડરની ચુંટણી યોજાઈ હતી તો મોરબી જીલ્લામાં ૧૦ વાગ્યા સુધીમાં ૧૮ % જેટલું મતદાન નોંધાયું હતું