મોરબી : સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માટે મતદાનનો પ્રારંભ થયો

સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે સવારથી જ મતદાન શરુ થઇ ચુક્યું છે ત્યારે અગ્રણીઓ પણ મતદાન કરવા પહોંચી ચુક્યા હોય જેમાં મોરબી ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મતદાન કર્યું હતું
સાંસદ મોહનભાઈ કુંડારિયા મોરબીમાં જ નિવાસ કરતા હોય જ જેને આજે મોરબી ખાતેથી મતદાન કર્યું હતું મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિધાલય ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ મતદાન કર્યું હતું અને મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ કરી હતી