માળીયાહાટીના : પોલીસ સ્ટેશન ખાતે શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો સાથે બેઠક યોજી

માળીયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને આગેવાનો સાથે બેઠક યોજાઇ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંગીન બનાવવા શહીતની ચર્ચાઓ કરવામાં આવી
માળીયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ એન વી આંબલીયા દ્વારા માળીયા શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો સાથે બેઠક યોજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક તેમજ તાલુકા પંચાયતની 20 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે માળીયા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ને ધ્યાને લય આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી દરેક નાગરિકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિર્ભય પણે મતદાન કરી શકે તેમજ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબુત બનાવી શકે તેના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી હતી ઉપસ્થિત આગેવાનોએ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસના શિરે હોય ત્યારે પોલીસ સ્ટાફને પણ લોકો દ્વારા સહયોગ મળે તેવી ખાતરી આપી હતી