મહેબુબા મુફ્તી પાકિસ્તાન ચાલ્યા જાય - ડે.સીએમ નીતિન પટેલ

મહેબુબા મુફ્તી પાકિસ્તાન ચાલ્યા જાય - ડે.સીએમ નીતિન પટેલ

જમ્મુ કાશ્મીરના નેતા મહેબુબા મુફ્તીએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવાનો ઇન્કાર કરતા હાલ ભાજપના નિશાને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી છે મહેબૂબ મુફ્તીએ હાલમાંજ કેન્દ્ર સરકાર દ્રારા રદ્દ કરાયેલ કલમ 370 કાશ્મીરમાં પાછી આપવાની માંગણી કરી છે. જેને લઈને ભાજપે મહેબુબા સામે યુધ્ધ છેડી દીધું છે અને તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.
ગઇકાલે વડોદરાનાં કરજણ મત વિસ્તારમાં કુરાલી ગામમાં ભાજપ દ્રારા ચૂંટણી પ્રચાર અર્થે સભાને સંબોધતા સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કલમ 370ની નાબૂદી યોગ્ય છે તેવું ગણાવાની સાથે મહેબુબાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જે રીતે બે દિવસથી મહેબૂબ ગમે તેવા વિધાનો કરી રહ્યા છે તેથી તેમના પરિવારે કરાંચીની ટીકીટ ખરીદી લેવી જોઇએ. ડે.સીએમ નિતીન પટેલે વધુમાં કહ્યું હતું કે જો તેમની પાસે ટીકીટ ખરીદવાના પૈસા ન હોય તો કરજણ તાલુકાની જનતા તેને ટિકિટના પૈસા આપશે. જો તે ભારતમાં રહેશે તો તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવાનો રહેશે.