મહારાષ્ટ્રથી સુરત આવતી લક્ઝરી બસ પુલ નીચે ખાબકી - 5 ના મૌત 30 થી વધુ ઘાયલ

મહારાષ્ટ્રથી સુરત આવતી લક્ઝરી બસ પુલ નીચે ખાબકી - 5 ના મૌત 30 થી વધુ ઘાયલ

ગુજરાતની બોર્ડરે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક સુભમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પુલ પરથી નીચે ખાબકી હતી. જેમાં 5 ના મોત થયા છે. જ્યારે 30 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના નવાપુર - ધુલે - સુરત રાષ્ટ્રીય નેશનલ હાઇવે નં .6 પર વિસરાવાડી નજીક કોંડાઈબારી ઘાટમાં જલગાંવથી સુરત તરફ જતી સુભમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી મોડીરાત્રે 2 વાગ્યે ઘાટીમાં ખાબકી હતી. અકસ્માતમા 5 મુસાફરોના મોત થયા છે. તો 30 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. સૌથી વધુ સુરત અને જલગાવના પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે મૃતકોનો આંકડો વધવાની હજુ શક્યતા છે.
મળતી માહિતી અનુસાર સુભમ ટ્રાવેલ્સની બસમા 40 મુસાફરો હતા. જેમાંથી અકસ્માતમાં 4 મુસાફરો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા અને 30 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત રાત્રેના 2 વાગ્યા આસપાસ બન્યો હતો. જેથી પ્રવાસ કરતા મુસાફરો સૂતા હોવાથી ઘાયલોની સંખ્યા વધી શકે છે. ઘણા મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા. 6 સ્થળેથી 108 બોલાવી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે નાજુકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બસના ડ્રાઈવરની હાલત ગંભીર હોઈ વિસારવાડી રૂરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને નંદુરબાર ખાતે હોસ્પિટલમાં ખસેડાયો છે.