મહીસાગર : ધોરણ 10 માં ભણતી એક વિધાર્થીનીને કોરોના પોઝિટિવ આવ્યો

મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકા ના ગાયત્રી વિદ્યાલય... નરોડા માં શાળા ની ધોરણ .10 માં ભણતી એક વિધાર્થીની ને કોરોના પોઝિટિવ આવતા શાળા એ વર્ગ ના અન્ય વિધાર્થીઓ ના કોરોના રિપોર્ટ કઢાવતા નેગેટિવ આવેલ છે.... પરંતુ કોરોના નો શાળાઓ માં પ્રવેશ થતા આરોગ્ય તંત્ર હરકત માં આવી ગયું છે...
મળતી માહિતી મુજબ લુણાવાડા ની આદર્શ વિદ્યાલય ખાતે ધોરણ 9 નુ એક બાળક અને શાળાના એક શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યા છે. છે.છતાં પણ શાળા રાબેતા મુજબ ચાલુ છે. શાળાના અન્ય બાળકો અને શિક્ષકો નો કોરોના ટેસ્ટ કરાવવાનું શાળા દ્વારા કેમ ટાળવામાં આવી રહ્યું છે.?...
સરકાર પણજ્યારે બાળકોના હિતમાં તબક્કાવાર શાળાઓ ખોલતી હોય ત્યારે જો આવા સંચાલકો બાળકોનું હિત વિચારી પોતાની સૂઝબૂઝથી ઘટિત નિર્ણયને એ જરૂરી છે. એવું વાલીઓ અને સમાજ ઈચ્છે છે.તકેદારી રૂપે અન્ય વિધાર્થીઓ ને સંક્રમણ ના થાય તે માટે શાળા માં બાળકો ને sop ભંગ ના થાય તેવી કડક સૂચના શાળા તંત્ર ને આપી દેવી જોઈએ...
શાળા ને નવી સૂચના ના મળે ત્યાં સુધી જિલ્લા શિક્ષણવિભાગે કોરોના ગ્રસ્ત શાળાઓ બંધ રાખવા આદેશ કરવો જોઈએ .. લોકમુખે ચર્ચાય રહ્યું છે કે જિલ્લા શિક્ષણ વિભાગ તરફ થી શાળાઓ ને covid-19 નું કડક પાલન અને વિધાર્થી માં કોવીડ ના લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગ ને અવશ્ય જાણ કરવી.