મહીસાગર : મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર રમજાન માસની શરૂઆત

લુણાવાડાના પોલીસ સ્ટેશન પી.આઈ. રાકેશભાઈ ભરવાડ દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીય પ્રમુખ સાથે કોરોના નિયમ માટે બેઠક કરવામાં આવી.
લુણાવાડા નગરમાં દિન-પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થાય છે ત્યારે અગામી સમયમાં મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર રમજાન માસની શરૂઆત થઇ ચુકી છે ત્યારે મહીસાગર જિલ્લાના તમામ મુસ્લિમ સમાજના અગ્રણીય પ્રમુખ સાથે લુણાવાડાના પોલીસ સ્ટેશન પી.આઈ. રાકેશભાઈ ભરવાડ દ્વારા કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન થાય તેમજ પવિત્ર રમઝાનમાં કોઈને ચેપ ન લાગે તે ખરી બંદગી કહેવાય તેમજ ઘરમાં નમાજ તેમજ બને ત્યાં સુધી સોસીયલ ડીસટન્સ જાળવવું તેમજ બને ત્યાં સુધી આ વર્ષે કોરોના કાળમાં કોઈને ચેપ ન લાગે તે ખરી રમઝાન કહેવાશે તેથી સમાજના પ્રત્યેક વ્યક્તિનું હીત તે આપણું હીત છે એવું કહી રાકેશભાઈ ભરવાડ પી.આઈ દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો તેમજ પવિત્ર રમઝાન માસમાં કોઈ પણ વ્યક્તિ કોવીડ-૧૯ ના નિયમનો ભંગ કરે અને તેના માટે અમારે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી પડે તેવું કામ ન કારસો જેથી રોઝાના સમયે કોઈને હેરાન કરવું તે અમને પણ ગમતું નથી તેવું સૂચન કર્યું છે.