મહીસાગર : સ્ટેટ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ અને કોરોના વેક્સિનેશન શરુ

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ના નેજા હેઠળ સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ના પટાંગણમાં આજરોજ ૪૫થી વધુ ઉંમરના લોકો નો કોરોના ટેસ્ટ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી અને સાથે સાથે પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકોને મમતા ઘરની અંદર કોરોના ની વેકસીન આપવામાં આવી.
જેના પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા તે લોકોને સંતરામપુર ની કોવિડ હોસ્પિટલમાં અને જે લોકોને ઘરે સગવડ કરવી હતી, એ લોકોને કોરોના પોઝિટિવ ની દવાઓ આપવામાં આવી અને એ મુજબ કોરાની સારવાર કરવાનું સૂચન કરવામાં આવ્યું.
સંતરામપુર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ના અધિકારી નરેન્દ્ર ગોસાઇ ના જણાવ્યા મુજબ તેમને શાકભાજીની લારી ચલાવતા, ફેરિયાઓ, પથરાવાળા તથા નાના-મોટા ધંધા કરતા તમામ લોકોને અપીલ કરી છે કે કોરોના જેવા ચેપી વાયરસ કે જે દુનિયામાં મહામારી થઈ ગઈ છે અને છેલ્લા એક વર્ષથી આપણે લડતા આવ્યા છીએ ત્યારે કોરોના ને હરાવવા માટે ત્રણ વસ્તુ મહત્વની છે ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ રાખવું, દરેક વ્યક્તિએ પોતાના મોઢા પર માસ્ક પહેરી રાખવુ અને પછી તમે જ્યાં પણ ગયા હોય ત્યાથી આવ્યા પછી વારંવાર હાથ ને સાબુ અથવા સેનેટાઇઝરથી ધોતાં રહેવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું સંતરામપુર નગર તેમજ તાલુકાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તમામ લોકો પોતાના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં જઈ વિનામૂલ્યે સરકાર દ્વારા આપવામાં આવતી ફળોના વેક્સિન મુકાવે જે તમને કોરોના સામે રક્ષણ આપશે
સંતરામપુર ના રહેવાસી અને વેપારી એવા મકસુદભાઈ છે કે પણ કોરોના નો ટેસ્ટ કરાવ્યો હતો અને તેમને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેમને સરકારી દવાખાનામાં પોતાની સારવાર કરાવી હતી અને સારવાર કરાવવા બાદ તેમને સંપૂર્ણ પણ આરામ થઇ ગયો છે અને તેમનો રિપોર્ટ ફરીથી ચેક કરાવતા નેગેટિવ આવે છે તો તેમને સરકારી દવાખાનામાં પોતાના જીવના જોખમે પોતાની જાનની પરવા કર્યા વગર કોઈ ડિઝાઇન ની ગાઈડલાઈન મુજબ લોકોની સેવા કરતા તમામ આરોગ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી તેમને સલામી આપી હતી જે બિરદાવવા લાયક છે.