યુપીના હાથરસ કાંડના આરોપીને લઇ CBI ગુજરાત કેમ પહોંચી વાંચો

યુપીના હાથરસ કાંડના આરોપીને લઇ CBI ગુજરાત કેમ પહોંચી વાંચો

દેશભરમાં ચકચારીત ઉત્તરપ્રદેશના હાથરસકાંડના આરોપીઓ સંદિપ, રવિ, લવકુશ અને રામૂને ગુજરાતમાં ગાંધીનગર ખાતે લવાયા છે. આ તમામ આરોપીઓનો ગાંધીનગરમાં પોલીગ્રાફ અને બ્રેઇનમેપિંગ ટેસ્ટ કરવામાં આવશે. કોર્ટની મંજૂરી મળ્યા બાદ શનિવારે મોડી સાંજે CBI ની ટિમ ચારેય આરોપીઓને ઉત્તરપ્રદેશથી લઇ રવાના થઇ હતી અને ગુજરાત ખાતે આજે પહોંચી હતી. જ્યાં આરોપીઓના ટેસ્ટ કરવામાં આવશે। હાથરસ કેસમાં આરોપી અને પીડિતની જૂની અદાવત હોઈ તેવી શંકાના આધારે જરૂર પડે સાક્ષી અને પીડિત પરિવારનો ટેસ્ટ થઇ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ટેસ્ટ દરમિયાન આરોપીઓને રોકાવું પડે તો ગાંધીનગરની જેલમાં જ રાખવામાં આવશે. કોર્ટે પોતાના આદેશમાં ઉલ્લેખ કર્યો છે કે CBI હાલ આ કેસની તપાસ કરી રહી છે અને સત્ય શું છે તે બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.