રાજકોટ : જિલ્લા પંચાયતની 36 બેઠકો વચ્ચે ઉમેદવારોનો જંગ

રાજકોટ જિલ્લા પચાયતની ૩૬ બેઠકોના મતવિસ્તારમાં  સવારે ૭ કલાકથી મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે આજે દિવસભર.રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટણી માટે કુલ ૧૧૪૧ મતદાન મથકો છે. ૪,૯૩,૦૭૩ પુરૂષ અને ૪,૪૮,૩૩૨ સ્ત્રીઓ મળી કુલ ૯,૪૧,૪૫૭ મતદારો મતદાન કરશે.વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈન લગાવી મતદાતાઓ મતદાન કરતા નજરે પડ્યા છે.રાજકોટ તાલુકામાં જિલ્લા પંચાયતની ૬ બેઠકો પર ૧૬૮ મતદાન મથકો અને ૧,૩૧,૬૭૪ મતદારો નોંધાયેલા છે. ગોંડલ તાલુકાની જિ.પં.ની ૫ બેઠકો પર ૧૬૦ મતદાન મથકો અને ૧,૩૯,૩૭૨ મતદારો રહેશે.જેતપુર તાલુકામાં ૪ બેઠકો પર ૧,૦૪,૨૮૪ મતદારો ૧૨૦ મતદાન મથકો પર મતદાન કરશે.