રાજપીપલા : પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર વિશ્વમાં ૯ ઓકટોબરના વિશ્વ ટપાલ દિવસની ઉજવણી થાય છે.જેનાં અનુંસંધાને આજે રાજપીપલા પોસ્ટ ઓફિસ ખાતે પણ વિશ્વ ટપાલ દિવસનીઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજેઆઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રાજપીપલા પોસ્ટ ઓફિસની મહિલા એજન્ટ હેમાબેન એસ જોશીને સમગ્ર ભરુચ અને નર્મદા જિલ્લાના રિકરીંગ અને અન્ય નાની બચત કરવામાં 3000થી વધુ લોકોના ખાતા ખોલાવી સાત કરોડનુંપોસ્ટ મા રોકાણ કરાવનાર શ્રેષ્ઠ મહિલા કરોડપતિ એજન્ટ તરીકે તેમની ભરુચ સુપ્રીટેન્ડન્ટ દ્વારા પસંદગી કરાતા રાજપીપલા ખાતે આજે પોસ્ટ માસ્ટર હેમુભાઈ વસાવા દ્વારા તેમને સન્માનપત્ર એનાયત કરી તેમનું સન્માન કરી આભિનઁદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજપીપલા સ્ટેટ ના રાજવી મહારાજા રાજેન્દ્ર સિંહજી વિજયસિંહજી ગોહિલ ના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.તેમજ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ના વિધાર્થીઓએ આજે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. જેમને પોસ્ટ અધિકારીઓ દ્વારા પોસ્ટની વિવિધ કામગીરી અંગે તેમજ ટિકિટ, પોસ્ટ કાર્ડ, કવર, અંતરદેશી પત્ર અંગે અને બચત યોજના વિશે નિંદર્શન કરી જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મહિલા બચત એજન્ટ હેમાબેન જોશીએ જણાવ્યું હતું કે મેં ગામડાઓ ફરીને મહિલાઓને બચતનુંમહત્વ સમજાવ્યુ હતું. જેને કારણે આજે નર્મદાજિલ્લા મા 3000થી વધુ લોકોએ પોસ્ટ મા ખાતા ખોલાવી બચત કરી રહ્યા છે આ આગાઉ 2009મા તત્કાલીન મુખ્યમન્ત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના હસ્તે આ કામગીરી માટે મને સન્માનિત કરી હતી. હવે 2021મા પણ મને આ સિદ્ધિ ને બિરદાવી તેનો મને આનંદ છે એમ જણાવ્યું હતું.
અત્રે પોસ્ટ માસ્ટર હેમુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ ઉજવણીનો હેતુ લોકોમાં વેપાર વાણિજ્ય અને દરરોજના જીવન વ્યવહારમાં દેશમાં ટપાલના મહત્વની જાગૃતિ, પ્રદાન અંગે જાણકારીનો છે
એક સમયે ટપાલ વિભાગનો ભારે દબદબો હતો. એક સમયે ટપાલીને અબાલ-વૃધ્ધ સૌ ઓળખતા. ટપાલ વિભાગનો ભારે દબદબો હતો. કોઇને ત્યાં શુભ પ્રસંગ હોય તો ટપાલીને અચૂક આમંત્રણ મળતું. ટપાલી સાઇકલ લઇને ગામમાં ઘરે-ઘરે વિતરણ કરતા. તેની સાયકલની ઘંટડી વાગે એટલે લોકો તરત દરવાજે દોડી જતા. સૌને ત્યારે ઉત્સુકતા રહેતી કે અમારે ત્યાં કોઇની ટપાલ આવી કે કેમ ? ટપાલી પણ જો કોઇ તાર અંગ્રેજીમાં આવે તો પોસ્ટ માસ્તરને તેનો સાર અગાઉથી  પૂછી લેતા. જેથી સારા ખબર હોય તો તે પરિવારના ઘરે મોં મીઠું કરતાં જ્યારે અશુભ સમાચાર હોય તો જે તે પરિવારને દિલાસો આપતા.
પોસ્ટ કાર્ડનો પણ દબદબો હતો. હવે તો માત્ર તે સંભારણારૃપ બની ગયું છે. ગામના ચોકે-ચોકે લાલ કલરની ટપાલ પેટી મુકાતી. જ્યારે ટપાલી તેમાંથી ટપાલ  કાઢે ત્યારે છેલ્લી ઘડીએ આવનારા લોકો પોતાની ટપાલ લઇ લેવા આજીજી કરતા. વેવીશાળ થયેલા યુવક-યુવતીઓને અંગત લખેલા ટપાલ કવરની હંમેશા રાહ રહેતી. તે સમયે ટપાલ ઓફિસે રેડીયાના લાયસન્સની રકમ ભરવા જવું પડતું. તથા દરેક પોસ્ટ ઓફિસે તારના મશીન રહેતા. ઇમરજન્સીમાં લોકોને તારથી સમાચાર પહોંચાડતા હતા. તે સમયે તારમાં આવેલા ખબર અડધી રાતે પણ લોકોને પહોંચાડાતા હતા.જોકે આજે ડિજિટલ ટેક્નોલોજી ના જમાનામાં પોસ્ટની સેવા વધુ ઝડપી અને વિશ્વસનીય બની એનું મહત્વ જરાયે ઘટ્યું નથી.