લક્ષ્મી વિલાસ બેન્ક અને DBS નું મર્જર - કેબિનેટની મંજૂરી

લક્ષ્મી વિલાસ બેન્ક અને DBS નું મર્જર - કેબિનેટની મંજૂરી

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ અને કેબિનેટ બેઠકમાં લક્ષ્મી વિલાસ બેંકના મર્જરની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ATCમાં FDI ને પણ મંજૂરી આપવામાં છે. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં રૂપિયા 6,000 કરોડના રોકાણને મંજૂરી આપવામાં આવી છે. આ રોકાણ આગામી બે વર્ષમાં થશે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બોન્ડ માર્કેટ દ્વારા 1 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરી શકાય છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટ નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે રિઝર્વ બેંકે લક્ષ્મી વિલાસ બેંકને DBS બેંકમાં મર્જ કરવાનો આદેશ આપ્યો હતો જેને આજે કેબિનેટમાં મંજૂરી આપી દેવાઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર મર્જર હેઠળ DBS ઇન્ડિયા લક્ષ્મી વિલાસ બેંકમાં 2.5 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તો સાથે જ એટીસી ટેલિકોમ ઇન્ફ્રામાં 2480 કરોડ વિદેશી સીધા રોકાણને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ATC પેસિફિક એશિયાએ ટાટા જૂથની કંપની એટીસીના 12 ટકા શેર હસ્તગત કર્યા છે.
પ્રકાશ જાવડેકરે લક્ષ્મી વિલાસ બેન્ક અને ડીબીએસના મર્જરને લઈને જણાવ્યું હતું કે બેં ના કોઈપણ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે નહીં. બેંક સાથે બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકને કહેવામાં આવ્યું છે કે દોષીઓને સજા થવી જોઈએ. આ સિવાય રિઝર્વ બેંકને પણ આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે નજર રાખવા જણાવ્યું છે તેમજ માં વધુમાં તેમણે કહ્યું હતું કે મોદી સરકારનો ભાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે હવે મૂડી ઊભી કરવા દેવા બજારનો લાભ લેવામાં આવશે।
છેલ્લા ત્રણ વર્ષથી લક્ષ્મી વિલાસ બેંકની આર્થિક સ્થિતિ ખરાબ હતી. જૂન 2020 માં બેંકની મૂડી પર્યાપ્તતાનું પ્રમાણ 0.17 ટકા પર પહોંચ્યું હતું જ્યારે તે ઓછામાં ઓછું 9 ટકા હોવું જોઈએ. નાણાકીય વર્ષ 2020 સુધીમાં બેંકની બાકી લોન 13,827 કરોડ અને થાપણો 21,443 કરોડ રૂપિયા હતી. તા.17 નવેમ્બરના રોજ ભારતીય રિઝર્વ બેંકે દક્ષિણ ભારત કેન્દ્રિત લક્ષ્મી વિલાસ બેંકને એક મહિનાના મોરેટોરિયમ પર મૂકી હતી. RBI એ બેંકને આદેશ આપ્યો હતો કે કોઈ પણ ગ્રાહક આવતા એક મહિના માટે બેંકમાંથી 25 હજાર રૂપિયાથી વધુ ઉપાડશે નહીં. આરબીઆઈના નિયંત્રણની અસર બેંકના શેર ઉપર જોવા છે. આ ડીલ હેઠળ DBSને લક્ષ્મી વિલાસ બેંકની 563 શાખાઓ અને 974 ATM મળશે. DBS બેંક ઇન્ડિયાને ભારતના મોટા શહેરોની બહાર તેની સેવાઓ વધારવામાં મદદ મળશે. LVBના મર્જરથી DBSને દક્ષિણ ભારતના તમિલનાડુમાં પ્રવેશ કરવામાં મદદ મળી શકે છે. DBS બેંક મૂળભૂત રીતે સિંગાપોરની બેંક છે. તેને ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપુર લિમિટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે.