વેક્સીન વાયરસને ફેલાતો રોકી ન પણ શકે જાણો શું છે વિગત

વેક્સીન વાયરસને ફેલાતો રોકી ન પણ શકે જાણો શું છે વિગત

અમેરિકન કંપની મોડર્નાએ વેક્સિનને લઇ જણાવ્યું હતું કે તેમની કોરોના વેકસીન 94.5 ટકા અસરકારક સાબીત થઈ છે પરંતુ મોડર્નાના ચીફ વૈજ્ઞાનિકનું કહેવું છે કે વેકસીન લોકોને બીમાર થતાં તો બચાવે છે પરંતુ બની શકે કે તે વાઈરસને ફેલાતો રોકી ન શકે. જો કોઈ વ્યક્તિ કોરોના વાઈરસથી સંક્રમીત થાય છે તો વેકસીન કદાચ વાઈરસને અન્ય લોકોમાં ફેલાતો રોકી ન શકે. ટ્રાયલ દરમ્યાન આ વસ્તુની તપાસ કરવામાં આવી નથી. એસ્ટ્રેઝેનકા અને ઓકસફોર્ડની કોરોના વેકસીનની ટ્રાયલના શરૂઆતી ડેટા પ્રમાણે આ વેકસીન સંભવત વાઈરસના પ્રસારને રોકી શકે છે. જો કે અત્યારે હજી ટ્રાયલ પુરી થઈ નથી અને શરુઆતનો ડેટા જ જાહેર કરવામાં આવ્યો છે.