વેક્સિનને લઇ રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન

વેક્સિનને લઇ રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન

બિહારમાં ભાજપે વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને મફતમાં કોરોનાની રસી આપવાની જાહેરાત કરી રાજકિય વિવાદને જન્મ આપ્યો હતો ત્યારબાદ ઘણી રાજ્ય સરકારે મફત રસીકરણનું એલાન કર્યુ હતુ જો કે પછીથી સ્વાસ્થ્ય મંત્રાલયે વિવાદને ખતમ કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે વેક્સીન દેશના દરેકને મફત આપવામાં આવશે। સરકારના આ દાવાને લઇ કોંગ્રેસે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા ગઈકાલે રાહુલ ગાંધીએ વેક્સિનને લઇ સવાલો પૂછ્યા હતા જેને લઇ આજે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને ફાઈઝરની રસીને રેસની બહાર ગણાવી છે અને કહ્યું છે કે સરકાર તમામ રસી નિર્માતાઓના સંપર્કમાં છે રસી માટે પ્રાયોરિટી ઓળખ થઈ રહી છે. અને સૌથી પહેલા હેલ્થ કેર વર્કર્સને રસી લગાવામાં આવશે. તેમજ ડિસ્ટ્રીબ્યૂશનના સવાલ પર હર્ષવર્ધને કહ્યું હતું કે એક્સપર્ટ ગ્રુપે પૂરો પ્લાન તૈયાર કર્યો છે સાથે જ રસી માટેના ફંડિગ પર હર્ષવર્ધને કહ્યું હતું કે ભારત સરકાર કોરોના વાયરસની રસી માટે બજેટમાં જોગવાઈ કરશે. દેશના નાગરિકને રસી આપવાના રસીકરણ અંગેના સવાલને લઇને સ્વાસ્થ્ય મંત્રીએ સ્સ્પષ્ટતા ના કરતા જણાવ્યું હતું કે પહેલા પ્રાયોરિટી ગ્રુપ અને ત્યારબાદ ધીરે ધીરે દરેકને રસી લગાવાશે। રસીને લઈને રાજનીતિની શક્યતાઓને જોતા સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે તમામ રાજ્યોને આબાદીના હિસાબે રસી મળશે. રાજ્યો નેશનલ એક્સપર્ટ ગ્રુપના ભાગ છે. ટેક્નીકલ એક્સપર્ટની સલાહથી ગ્રુપ પ્રાયોરિટી ગ્રુપ્સ ડેટાબેઝ બનાવી રહ્યા છે. દબાણ બનાવીને કોઈને રસી નહીં મળે. અમે પહેલા હેલ્થકેર વર્કર્સને કવર કરીશું ત્યારબાદ બાકી તમામ લોકોને।
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે કોરોના રસીના પ્રોગ્રામ માટે બજેટમાં તમામ સરકારી યોજનાઓ હેઠળ ફંડ અલોર્ટ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર રસીકરણ અભિયાનનો કંન્ટ્રોલ પોતાના હાથમાં રાખશે.