વાઘોડિયા : યુવાન સાથે લૂંટ વીથ સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય કરનાર બે આરોપી ઝડપાયા

જમીન બતાવવાના બહાને વાઘોડિયાની પિપડીયા સિમમા વડોદરાના બ્રોકરને મારમારી લુંટી સૃષ્ટી વિરુઘ્ઘનુ કૃત્ય કરનાર ત્રણ પૈકી બેને ગણતરીના કલાકોમા વાઘોડિયા પોલીસને જડપી પાડવાની સફળતા હાથ લાગી છે
વાઘોડિયાના પિપડીયાગામની સિમમા વડોદરાના બ્રોકરની સોનાની ચેન, મોબાઈલ અને રોકડ લુંટી, નગ્ન ફોટાપાડી મારમારી સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્યઆચરનાર ત્રણ યુવાનો પૈકી બે યુવાનોને વાઘોડિયા PSI પ્રજાપતી અને પોલીસની ટીમે છટકુ ગોઠવી જડપી પાડ્યા છે. બ્રોકરે એન્ડ્રોઈડ એપ્લીકેસન ભુલથી ડાઊનલોડ કરી અન્ય અજાણ્યા મિત્રોએ મિત્રતા કેડવી બ્રોકરને મેસેજથી સંપર્ક કરી જમીન જોવા માટે વાઘોડિયાના નર્મદાપુરા સ્ટેન્ડપર બોલાવ્યો હતો. અજાણ્યા છોકરાએ ડિઓ પાછળ બેસીજાવ તમને જમીન બતાવવા લઈ જઊ છુ. ઊબડ ખાબડ રસ્તો હોઈ તમારી ગાડી નહિ ચાલે તેવુ કહિ ડિઓ પર બેસાડી પિપડીયા સિમમા થોડે દુર ખેતર બતાવી આ ખેતરો વેચવાના છે.તેવુ કહિ તે ઈસમ અન્ય બે યુવાન છોકરાઓ સાથે આવી અમારા ખેતરમાંથી બે ગાયો ૮૦ હજારની ચોરીથયેલ છે. તમે ચોરછો. . ચોરી કરવા આવ્યા છો કહિ ફેટ પકડી લાકડા અને પટ્ટાથી મારમારી ખેતરની અંદર લઈ ગયા હતા.જ્યાઆ ઈસમોએ સોનાની રુદ્રાક્ષની મણકાવાડી દોઢ તોલાની ચેન કિં.૪૦ હજાર, વનપ્લસ કંપનીનુ બ્લુથુથ( એરપોડ)૩૦૦૦, સેમસંગ કંપનીનો s લાઈટ મોબાઈલ કિં.૩૦ હજાર તથા રોકડ છ હજાર મારમારી લુટી લિઘા હતા.ત્યારબાદ બ્રોકરના કપડા ઊતારી નગ્નકરી સૃષ્ટી વિરુઘ્ઘનુ કૃત્યઆચરી તેવોનો મોબાઈલથી અષ્લીષ ફોટા અને વિડીયો સુટ કરી લિઘા
હતી.બ્રોકર પાસેથી આશરે ૭૯ હજાર પડાવી લઈ વધુનાંણા ૫૦ હજારની માંગ કરી હતી. બ્રોકરે આવતી કાલે સાંજ સુઘી રુપીયા આપવાની વાત કરતા આરોપીઓએ બ્રોકરને તેની કાર સુઘી મુકી આવ્યા હતા.સાથેજ બીજા દિવસે રુપીયા ૫૦હજાર નહિ આપોતો બ્રોકરના ફોટા વિડીયો વાયરલ કરી તેમની પત્ની અને દિકરીને હેરાન પરેશાન કરી માણસોજોડે ઊઠાવી લેવાની ઘમકી આપી હતી.આરોપીના ત્રાસથી ડઘાઈ ગયેલ બ્રોકરે વાઘોડિયા પોલીસના શરણે પહોંચી પોલીસ ફરીઆદ નોંઘાવી હતી.
આરોપીઓની વઘુ પ૦ હજારની માંગ પુરી કરવા બ્રોકરે પોલીસ સાથે મડી છટકુ ગોઠવ્યુ હતુ. જેમા આરોપીઓને રુપીયા લેવા બોલાવતા એક આરોપીએ પહેલા ફોન થકી વડોદરા બાયપાસ પરઆવેલ દુમાડ, ગોલ્ડન, આજવા, કપુરાઈ ચોકડીનુ લોકેશન આપી. . અંતે પોરથી કારવણ તરફ જવાના રોડપર સુંદરપુરા પાસે બોલાવ્યા હતા.જ્યા પહેલાથીજ નંબર વગરનુ બ્લેક ડિઓ સ્કુટર લઈ લુંટારુઓ રાહ જોતા હતા. વાઘોડિયા પોલીસના છટકામા બે આરોપી જડપાયા હતા.આરોપી પાસેથી સોનાની ચેન બ્લુથુથ અને રોકડ ૫ાંચ હજાર મડી આવ્યા હતા.
(૧) અજયભાઈ રાજુભાઈ ઠાકોર(૨૨) ધંઘો- મજુરી, રહે. ૧૫૭ સોની ફળીયુ, મહાવીર ચાર રસ્તા, કિશનવાડી, આજવારોડ વડોદરા
(૨) રાકેશભાઈ રામદેવભાઈ કનોજીયા(૨૯) ધંઘો-ડ્રાઈવીંગ, રામેશ્વર નગર પાણીગેટ, વડોદરા ની ઘરપકડ કરી હતી જ્યારે ત્રીજો આરોપી આરોપીઓના ફોનથી કોન્ફરન્સ કરી વાત કરતો અક્ષય હજુ સુઘી પોલીસને હાથે ચઢ્યો નથી.ભોગ બનનાર બ્રોકરનુ મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. આરોપીઓ પોલીસની કડક પુછપરછમા ગુન્હો કબુલતા જેલના સડીયા પાછળ ઘકેલી દિધા હતા. હજુ ફરાર ત્રીજો આરોપી અક્ષયને પોલીસ શોઘી રહિ છે.